અખીલ સૌરાષ્ટ્ર રધુવીર સેના અમરેલી જીલ્લા રધુવીર સેનાના સન્માનનિય પ્રમુખ વિશાલભાઈ સોઢા એ જણાવ્યા મુજબ અમરેલી જીલ્લા રધુવીર સેના દ્વારા તા. ૨૯|૯|૨૦૨૪ ના રોજ યોજનાર રધુવંશીસમાજ ના લગ્નોત્સુક પરિચય મેળા ની તારીખ મા હવે ફેરફાર કરી તા. ૨૯|૯|૨૦૨૪ ના બદલે તા. ૧૦|૧૧|૨૦૨૪ રોજ રાખવા મા આવેલ છે. જેની તમામ રધુવંશીસમાજ ના ભાઇઓ/ બહેનો તથા યુવાનો એ નોંધ લેવા જણાવેલ છે.
અમરેલી જીલ્લા રધુવીર સેના ના પ્રમુખ વિશાલભાઈ સોઢા, ઉપ પ્રમુખ શ્રીઓ શ્રી પ્રિતેશભાઇ માનસેતા..શ્રી પ્રકાશભાઇ કારીયા,મહેશભાઇ મશરૂ, પ્રિતેશભાઇ સોનપાલ સહીતના જીલ્લા રધુવીર સેનાના તમામ હોદ્દેદારશ્રીઓ એ સયુકંત રીતે જણાવેલ છે કે તા.૨૯|૯|૨૦૨૪ ના જામનગર ના યુવા ઉદ્યોગપતિ સન્માનનિય જીતેન્દ્ર હરીદાસ લાલ(જીતુભાઇ લાલ) અખિલ ગુજરાત લોહાણા સમાજના નવા અધ્યક્ષ તરીકે નવી જવાબદારીનો કાર્યભાર વિરપુર(જલારામ) ખાતે સંભાળશે.
આ ગરીમાપુર્ણ ક્ષણને વધાવવા અને યાદગાર બનાવવા માટે અમરેલી જીલ્લા રધુવીર સેના ના તમામ હોદ્દેદારશ્રીઓ અને જીલ્લા ના રધુવંશી સમાજ ના તમામ ભાઇઓ બહેનો અને યુવાનો ને મોટી સંખ્યા મા રધુવંશી મહા સંમેલન મા ઉપસ્થિત રહેવા હાકલ કરવા મા આવેલ છે. તેમ પત્રકાર પ્રકાશ કારીયા એ જણાવેલ છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો







