રાજ્યમાં એપ્રિલ મહિનામાં ગરમી ભુક્કા બોલાવી રહી છે, લોકો ગરમીથી રાહત મેળવવા માટે હવાતિયા મારી રહ્યાં છે એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ઠંડક કરાવે તેવી આગાહી આવી ગઈ છે. આંધી વંટોળ સાથે વાવાઝોડાની આગાહી અંબાલાલ પટેલે કરી છે.
રાજ્યમાં છેલ્લા 10 દિવસથી મોટાભાગના શહેરોમાં સામાન્ય કરતા તાપમાન વધારે નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગે આજથી બે ત્રણ દિવસ ગરમીમાં આંશિક રાહત મળવાની આગાહી કરી છે. જો કે આ રાહત એ કે બે દિવસ જ હશે ત્યારબાદ ફરી તાપમાન ઉંચકાય તેવી શક્યતાઓ છે. રાજકોટ, ડીસા, અમદાવાદ, અમરેલી, વડોદરા અને ભાવનગરમાં તો આજે 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ગુજરાતમાં આકરા તાપમાંથી રાહત મળવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. તેમણે કહ્યું છે કે, કચ્છ, બનાસકાંઠાના ભાગો, રાજસ્થાન સહિતના ભાગોમાં આજથી હવામાનમાં મોટો પલટો આવશે. ધૂળની ડમરીીઓ સાથે કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગો, ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહીસાગરના ભાગોમાં સાંજ સુધીમાં હવામાનમાં મોટો પલટો આવશે. મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, કલોલ, વડોદરા, ધોળકા, વિરમગામ, મહેસાણા, બનાસકાંઠાના વાતાવરણમાં આજથી પલટો આવશે
હવામાન નિષ્ણાતે કહ્યું કે, આગામી 24 કલક દરમિયાન પલ્ટો રહેવાની શક્યતાઓ છે. આ વખતે મે માસમાં અધી વંટોળની ગતિવિધિ થતી હોય છે, તે ગતિવિધિ આજથી જોવા મળશે. એપ્રિલમાં સખ્ત પવનના તોફાનો અને ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાશે. જેમાં આંચકાનો પવન કોઈ કોઈ ભાગમાં 35 થી 40 કિલોમીટર અને કોઈ કોઈ ભાગમાં 50 કિલોમીટર પર કલાકની ગતિવિધિ થઈ શકે છે.
મહેસાણા માં ટીટોડીએ ઈંડા મુક્યા તે બાબતે અંબાલાલ પટેલની પ્રતિક્રિયા આવી છે. તેમણે આ અંગેની આગાહી ભાંખતા કહ્યું કે, ટીટોડી ઈંડા જો અષાઢ મહિનામાં મૂકે તો વરસાદની ગતિવિધિનો ખ્યાલ આવે. આવા પંખીઓને ખ્યાલ આવી જતો હોય છે કે જો નીચે ઈંડા મુકવામાં આવે તો વરસાદના કારણે તેના ઈંડાને નુકશાન થઈ શકે છે. ભારે વરસાદ થવાનો હોય છે તો ટીટોડી ઉંચાઈએ ઈંડા મૂકતી હોય છે. કરોળિયા ઘરમાં ઝાડા બાંધવા માંડે.