લોકપાલે કેશ ફોર ક્વેરી કેસમાં ટીએમસી નેતા અને સાંસદ મહુઆ મોઇત્રા સામે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. CBIને મહુઆ મોઇત્રા સામે IPC 203(a) હેઠળ કેસ નોંધવા અને 6 મહિનાની અંદર તપાસ કરીને રિપોર્ટ સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે.CBI investigation ordered against Mahua Moitra in cash for query case On orders of Lokpal

આ સાથે આદેશમાં સીબીઆઈને દર મહિને તપાસની કામગીરી વિશે લોકપાલને જાણ કરવા પણ કહેવામાં આવ્યું છે. નવેમ્બર 2023માં સીબીઆઈએ લોકપાલના આદેશ પર પીઈ એટલે કે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.  અને રિપોર્ટ લોકપાલને સોંપ્યો હતો. ત્યારબાદ આ આદેશો આપવામાં આવ્યા છે. નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો હતો કે મહુઆ મોઇત્રાએ ઉદ્યોગપતિ હિરાનંદાની પાસેથી પૈસા લીધા અને સંસદમાં પ્રશ્નો પૂછ્યા.

CBI તપાસ શરૂ કરશે
આ આદેશ પર CBI સૂત્રોનું કહેવું છે કે હજુ સુધી કેસ નોંધવામાં આવ્યો નથી.  લોકપાલના આદેશને જોઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે. કેસ નોંધતા પહેલા, DoPT એક આદેશ જારી કરે છે જેના પછી CBI કેસ નોંધશે અને તપાસ શરૂ કરશે.