આગામી જુલાઇ માસમાં ભારત અને શ્રીલંકા વચ્ચે 3 વનડે અને 3 ટી-20 સીરીઝ રમાવવાની છે ત્યારે BCCI દ્વારા ટીમની પસંદગી કરવામાં આવી છે જેમાં સૌરાસ્ટ્રના ચેતન સાકરીયાની પસંદગી કરવામાં આવી છે.
ટીમમાં શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, દેવદત્ત પડિકલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતીશ રાણા, ઈશાન કિશન, સંજુ સેમસન, ચહલ, રાહુલ ચહર, કે. ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, નવદીપ સૈની, ચેતન સાકરીયાની પસંદગી થઈ છે.
રવીન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા, જયદેવ ઉનડકટ બાદ વધુ એક સૌરાષ્ટ્રનો યુવા ક્રિકેટર ટીમ ઇન્ડિયા માટે રમશે.







