થોડા સમય પહેલા કોંગ્રેસ છોડનાર રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ આજે ગાંધીનગર ખાતે વિપક્ષનેતા પરેશ ધાનાણીના ગાંધીનગરના ઘર આંગણે સંગઠન પ્રભારી રાજીવ સાતવના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. ઈન્દ્રનીલ રાજ્યગુરૂને આવકારવા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા, પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા, પરેશભાઈ ધાનાણી સહિત કોંગ્રેસના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.