ગીર સોમનાથ જિલ્લાના વિદ્યાર્થીઓને વાલીઓ માટે ગીર ગુંજન વિદ્યાલય સાયન્સ દ્વારા મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત અભિગમે ગીર સોમનાથ જિલ્લામાં સૌપ્રથમવાર મેડિકલ તથા પેરા મેડિકલમાં એડમિશન માર્ગદર્શન આપવા જઇ રહ્યું છે .

વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે હેલ્પ સેન્ટર ની શરૂઆત કરવામાં આવી છે. સૌથી આનંદની વાત એ છે આ હેલ્પ સેન્ટરમાં શ્રી મયુર જાદવ ,ડિરેક્ટર,મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઈઝેશન દ્વારા વિદ્યાર્થીઓ તથા વાલીઓને માર્ગદર્શન ઉપલબ્ધ કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ ને કઈ કોલેજમાં એડમિશન લેવું તથા આ જ વિદ્યાર્થીઓ અને વાલીઓને વિદેશમાં એમના બજેટમાં કયા સારા સ્કોપ છે કઈ જગ્યાએ જઈ શકાય આ બધા જ માર્ગદર્શન માટે ગીર સોમનાથના વિદ્યાર્થીઓને હવે રાજકોટ કે અમદાવાદ જવાની જરૂર નથી.

એમને ગીર સોમનાથ ની અંદર જ તેમના જિલ્લામાં તેમના માણસો દ્વારા માર્ગદર્શન મળી રહેશે તેમજ વધુમાં પ્રકાશભાઈ ટાંક ગીર સોમનાથ શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા પણ આ સંયુક્ત અભિગમ બિરદાઈ દેવામાં આવ્યું હતું. તેમને પર્સનલી મેડિકલ પેરા મેડિકલ એડમિશન માટે દરેક વિદ્યાર્થીઓ તથા વાલીઓને ફ્રીમાં આપવામાં માર્ગદર્શન આવવાની જાહેરાત કરી. જેથી ખૂબ જ ખુશ થઈ અને તેમને મયુર જાદવનું સન્માન પણ કર્યા હતું અને સ્વસ્થ કર્યા હતા કે ભવિષ્યમાં પણ મેડિકલ પેરામેડિકલ વિદ્યાર્થીઓ વધુમાં વધુ આ ક્ષેત્રે આગળ વધે આગળ જાય અને ગીર સોમનાથ જિલ્લામાં મેડિકલ અને પેરા મેડિકલ ક્ષેત્રે હેલ્થ ક્ષેત્રમાં વધુ મજબૂત બને તેના માટેનું આપનો આ પ્રયત્ન ખૂબ જ પ્રોત્સાહન વાળો છે.

તેમજ તે કાર્યક્રમમાં હાજર રહેલા શ્રીમંત શૈલેષભાઈ જે મોટીવેશનલ સ્પીકર છે તેમને પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ આ ગીત ગુંજન વિદ્યાલય દ્વારા મેકિંગ ડોક્ટર ઘ્વારા શરૂ કરવામાં આવેલ હેલ્થ સેન્ટરને બિરદાઈ દેવામાં આવ્યો હતો. અને તેમને પણ કહ્યું હતું વિદ્યાર્થીઓ અને વાલીઓને જ્યારે જ્યારે જરૂર થશે ત્યારે હું આવીશ અને વિદ્યાર્થીઓ અને વાલીઓને મોટીવેટ અને ગાઈડન્સ આપતો રહીશ.

આમ ટૂંકમાં કહીએ તો ગીર સોમનાથ જિલ્લાના વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે વિશેષ કરીને મેડિકલ પેરા મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે આ એક સુવર્ણ દિવસ હતો અને આ નિમિત્તે તમામ હાજર રહેલા લોકોને તથા ગીર સોમનાથ જિલ્લાના બધા જ વિદ્યાર્થીઓ તથા વાલીઓને મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઈઝેશન તરફથી ફ્રી રેડીરેકનર આપવાની જાહેરાત થઈ હતી.

વિદ્યાર્થીઓ વાલીઓને ફ્રીમાં કાઉન્સિલિંગ કરી આપવાનું અને ગવર્મેન્ટની અલગ અલગ ટીમોનો લાભ લઇ ભારતમાં તથા ભારતની બહાર પણ ગવર્મેન્ટની 15 લાખની લોન લઈ અને ભણી શકે તે માટે બધી જ માહિતી બધી જ પ્રોસેસ અને બધું જ કામ એ ગીર ગુંજન વિદ્યાલય સાયન્સ ઝોન ઘ્વારા વ્યાપિત થાય અને ગીર સોમનાથ જિલ્લાના વિદ્યાર્થીઓને બધી જ સગવડ પૂરી થઇ રહે તેના માટે તેના માટેનો આ એક વિશેષ પ્રયત્ન હતો અને જણાવ્યું હતું કે સૌ વિદ્યાર્થીઓ વધુ માહિતી માટે ,ફ્રી રેડીરેકનર માટે તેમજ કાઉન્સેલિંગ માટે તમે મયુર જાદવ નો સંપર્ક કરી શકો. 9409124002