ફેબ્રુઆરી મહિનાથી ખાલી પડેલ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના ડાયરેક્ટર તરીકે આપીએસ અધિકારી સુબોધ કુમાર જયસ્વાલને નવા સીબીઆઈ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. કેન્દ્ર સરકારે મંગળવારે જયસ્વાલને સીબીઆઈ(CBI)ના નવા વડા તરીકે નિયુક્ત કરાયા હોવાની જાહેરાત કરી હતી.
સુબોધ કુમાર જયસ્વાલ 1985 બૅચના IPS અધિકારી છે અને CISFના DG પદે હતા. આ અગાઉ તેઓ મહારાષ્ટ્રના DGP તેમ જ મુંબઈ શહેરના પોલીસ કમિશ્નર પણ રહી ચૂક્યાં છે. જયસ્વાલે દેશની ઈન્ટેલીજન્સ એજન્સી RA&W સાથે નવ વર્ષ સુધી કામ કર્યુ છે જેમાં તેમણે ત્રણ વર્ષ એડિશનલ સેક્રેટરી તરીકે ફરજ બજાવી હતી.
કેબિનેટ નિયુક્તિ સમિતિએ કરેલા ઓર્ડર મુજબ જયસ્વાલ સીબીઆઈની કમાન સંભાળશે. અગાઉ ઋષિ કુમાર શુક્લાનો કાર્યકાળ ફેબ્રુઆના પ્રથમ સપ્તાહમાં પૂર્ણ થયા બાદ આ પદ ખાલી પડ્યું હતું. શુક્લાની નિવૃતિ બાદ એડિશનલ ડાયરેક્ટર પ્રવીણ સિન્હા વચગાળાના પ્રમુખ તરીકે સીબીઆઈના કેસો પર ધ્યાન આપી રહ્યા હતા.
ધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે PM આવાસ ખાતે ખાસ બેઠક યોજાઈ હતી. આ બેઠક 90 મિનિટ સુધી ચાલી હતી. જેમાં અધીર રંજન ચૌધરી અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પણ જોડાયા હતા. આ બેઠકમાં 3 સંભિવત નામો અંગે ચર્ચા કરવામાં આવ્યા બાદ આજે ડીજી સુબોધ કુમાર જયસ્વાલની CBI ડિરેક્ટર તરીકે નિયુક્તી કરાઈ હતી.