ધારી તાલુકાના દહિંડામા ગ્રામ પંચાયત દ્વારા થતા કામોમા એસ્ટીમેન્ટ મુજબ કામો નહિ કરી નબળી કક્ષાનુ મટીરીયલ્સ વાપરી થતા કામોમા ભારે ગેરરીતી થતી હોવાની દહિંડા ગામના જાગૃત નાગરીક જયરાજભાઈ ગોરખભાઇ વાળાએ લેખીત રજુઆત તાલુકા વિકાસ અધિકારી સાહેબને કરેલ છે.

જયરાજભાઇ એ લેખીત રજૂઆત મા જણાવેલ છે..કે અમારા દહિંડા ગામમા સરકારશ્રીની વિવિધ યોજનાની ગ્રાન્ટો માથી દહિંડા ગ્રામ પંચાયત દ્વારા બ્લોક રોડ, વોટરધાટ,પાણીની પાઈપ લાઈન, સહીતના કામો ચાલુ કરવામા આવેલ છે. પરંતુ ગામની કમનસીબે આ બધા કામોમા લોટ પાણી લાકડા જેવુ અંત્યત નબળુ અને ગુણવત્તા વગરના કામો. એસ્ટીમેન્ટ મુજબ ના કામો થતા નથી.

સરકારના નાણાનો મોટા પાયે ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે
પેવરબ્લોક નબળી કવોલેટીના, રેતી ધુળજેવી, કપચી પણ સાવ નબળી વપરાતી હોય સરકારના નાણાનો મોટા પાયે ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. ચાલતા કામો પર સ્થળ તપાસ કરવાની તસ્દી કયારેય તલાટી મંત્રી અને સરપંચ પતિએ લીધી નથી. એટલેજ તલાટીમંત્રી સરપંચ અને કોન્ટ્રાક્ટરની મીલીભગત હોય તેવુ સમજમા આવેશે. મે તમામ મુદા અને આધાર પુરાવા સાથે તાલુકા વિકાસ અધિકારીને લેખીત રજુઆત કરી છે અને માંગણી કરી છે કે આ ચાલતા કામોની તટસ્થ તપાસ કરી કામોમા વપરાતુ નબળુ મટીરીયલ્સ દુર કરાવી ગુણવત્તા યુક્ત મટીરીયલ્સ વપરાવી એસ્ટીમેન્ટ મુજબ કામો કરાવી સરકારના નાણાનો દુરઉપયોગ કરી ભષ્ટાચારના થાય અને સદુપયોગ કરી કામો મજબુત ગુણવતા યુક્ત થાય તેમ જણાવેલ છે. હવે જવાબદાર અધિકારી આ રજુઆતને ગાહ્ય રાખી તટસ્થ તપાસ કરી એસ્ટીમેન્ટ મુજબ ગુણવત્તા યુક્ત કામો કરાવશે કે નહી એ આવતા સમયમા ગ્રામજનોને ખબર પડશે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો

Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો