રાજકારણની દ્રષ્ટીએ ગુજરાત હમેશ માટે લિટમસ ટેસ્ટ જ રહ્યું છે. ત્યારે હવે ભાજપે ગુજરાતમાં એક નવું જ સાહસ કર્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપ અધ્યક્ષ બને એક જ શહેરના છે. ત્યારે હવે ભાજપ કોઈ નવો સંકેત આપી રહ્યું છે કે પછી નવો એક્સપેરિમેન્ટ કર્યો છે.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મંત્રીમંડળમાં વિસ્તરણ અને ભાજપના અધ્યક્ષ માટે સમીકરણો ગોઠવાઈ રહ્યા હતા. આ દરમિયાન હવે ભાજપ અધ્યક્ષનું નામ તો જાહેર થઈ ગયું પરંતુ આ નામ સાથે અનેક અટકળો વધવા લાગી છે. કારણ કે ભાજપે અમદાવાદમાંથી જ અધ્યક્ષની પસંદગી કરી છે. OBC સમાજના નેતા જગદીશ વિશ્વકર્માને ગુજરાત ભાજપની કમાન સોંપી છે. બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હાલ ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય ભુપેન્દ્રભાઇ પટેલ કાર્યરત છે.
ગુજરાત લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ તુરંત મંત્રીમંડળમાં વિસ્તરણની ચર્ચાઓએ વેગ પકડ્યો હતો. જોકે ભાજપ હરહમેશ અલગ જ રણનીતિ અપનાવી છે. ત્યારે હજુ સુધી કોઈ વિસ્તરણ થયું નથી. આ દરમિયાન હવે પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માને કમાન સોંપતા એવી ચર્ચાઓએ શરૂ થઈ છે કે મંત્રીમંડળમાં પણ વિશ્વકર્મા રહેશે કે બીજા કોઈ નેતાને સ્થાન આપશે. આ સાથે એ પણ સવાલ ઉઠ્યો છે કે ભાજપ બંને મહત્વના હોદા પર એક જ જિલ્લાના નેતાઓના હોદામાં ફેરફાર કરશે ?
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો