એક તરફ ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે ટી20 સીરીઝ જીતવાની તૈયારી કરી રહી છે તો બીજી તરફ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે ભારતમાં હાર્દિક પંડ્યા માટે મોટી વાત કહી છે. જસપ્રીત બુમરાહે એક ઈવેન્ટમાં હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યા બાદ ટીમના વાતાવરણ વિશે એક મહત્વની વાત કહી. બુમરાહે કહ્યું કે હાર્દિક પંડ્યાના કેપ્ટન બન્યા બાદ ટીમમાં વાતાવરણ કેવું હતું? બુમરાહે કહ્યું કે, હાર્દિક પંડ્યા કેપ્ટન બન્યા પછી મુંબઈની આખી ટીમ તેની સાથે ઉભી હતી. દરેક ખેલાડી એકબીજાની સાથે હતા અને એકબીજાને મદદ કરી રહ્યા હતા.
બુમરાહે ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા કહ્યું, ‘હું હાર્દિક સાથે ઘણું ક્રિકેટ રમ્યો છું. મુંબઈ ઈન્ડિયન્સના દરેક ખેલાડી તેની સાથે ઉભા હતા. જ્યારે પણ તેને મદદની જરૂર હોય ત્યારે દરેક ખેલાડી તેની સાથે ઉપલબ્ધ હતો. એક ટીમ તરીકે અમે કોઈ પણ ખેલાડીને એકલા છોડતા નથી. બુમરાહે કહ્યું કે ભલે આખી દુનિયા હાર્દિકની વિરુદ્ધ હતી, પરંતુ ટીમનો દરેક ખેલાડી તેની સાથે વાત કરી રહ્યો હતો. તેનો પરિવાર હાર્દિક સાથે હતો. બુમરાહે કહ્યું કે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ જીત્યા બાદ દરેકની વિચારસરણી બદલાઈ ગઈ છે.
હાર્દિક પંડ્યા સાથે બધુ સારું નથી ચાલી રહ્યું
IPL દરમિયાન હાર્દિક પંડ્યા સાથે કંઈપણ બરાબર થયું ન હતું. પહેલા તો ફેન્સે તેને ખૂબ ટ્રોલ કર્યો. લાઈવ મેચમાં તેની સામે બૂમાબૂમ થઈ હતી અને તે દરમિયાન તેની ટીમ પણ પ્લેઓફમાં પહોંચી શકી નહોતી. આ ઉપરાંત તેમનું અંગત જીવન પણ સારું ચાલી રહ્યું ન હતું. નતાશા સ્ટેનકોવિક સાથે તેના સંબંધો સારા નહોતા ચાલી રહ્યા અને હવે વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ બંને એકબીજાથી અલગ થઈ ગયા છે. હવે હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન પણ નથી.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો