જયદેવભાઇ ગૌસ્વામી (રિપોર્ટર-સુરેન્દ્રનગર)
સુરેન્દ્રનગર સ્પેક્ટ્રમ ઇન્ટરનેશનલ કંપની દ્રારા બી સી આઇ પ્રોજેક્ટ અર્તગત મૂળી વિછિયા અને સાયલા તાલુકામાં ખેડુતોમાં કપાસને જાગૃતિ આવે તે માટે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે ત્યારે શુક્રવારે મૂળીનાં પંદર જેટલા ગામોમાં જીપ કેમ્પેનિંગ દ્રારા જનજાગૃતિ કાર્યક્રમમાં બાળ મજુરી અટકાવો, સ્ત્રી પુરુષ સમાન વેતન, ખેતીમાં લધુતમ વેતન,પ્રતિબંધીત દવાનો ઉપયોગ ટાળવા સાથે , પાકમાં દવા છંટકાવ દરમ્યાન રાખવામાં આવતી કાળજી અંગે સ્પિકર ,પોસ્ટર દ્રારા માહીતી અપાઇ હતી સાથે કોરોના મહામારી સામે માસ્કનુ વિતરણ પણ કરવામાં આવ્યું હતુ, આ પ્રસંગે હરદેવસિંહ સિંધવ, અભિજીતસિંહ રાણા મહેન્દ્રભાઇ ચાવડા સહિતનાં ઉપસ્થિતિ રહ્યા હતા.