કંગના રનૌત સૌશ્યલ મીડિયા પર ખૂબજ એક્ટિવ રહે છે. દેશ વિદેશના મુદ્દાઓ ઉપર પોતાનો મત જાહેર કરતી હોય છે. હાલ માં જ ઓક્સિજન ને લઈનેપોતાની રાય રાખ્યા પછી તેણે બંગાલ વિધાનસભા પરિણામો ઉપર પણ પોતાનો મત રાખ્યો હતો.
પશ્ચિમ બંગાળમાં એક વાર ફરીથી મમતા બેનર્જીની પાર્ટીની જીત થઈ તો કંગનાએ કેટલાય ટ્વિટ્સ કર્યા. પોતાની પોસ્ટમાં તેણે બંગાળ હિંસાની વિરુદ્ધ પોતાની મત રાખતા ટીએમસી પર ગંભીર આરોપ લગાવયા છે. જેના કેટલાક સમય પછી જ કંગનાની ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે .
સામાન્ય રીતે કંગના રનૌત મોટે ભાગે સોશ્યલ મીડિયામાં પર બીજેપી અને પીએમ મોદીના સપોર્ટમાં સતત નજર આવી રહી છે. કંગના ના એક ટ્વિટપર કોલકાતા પોલીસે કંગના રનૌત વિરુદ્ધ પશ્ચિમ બંગાળના લોકોની ભાવનાને ઠેસ પહોંચાડવાના આરોપમાં કેસ દાખલ કર્યો છે. એડવોકેટ સુમીત ચૌધરીએ ઈમેઈલના માધ્યમથી ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં અભિનેત્રીની 3 ટ્વીટ્સ પણ જોડવામાં આવી છે.
હવે ટ્વિટર પરથી સંપૂર્ણ રીતે ગાયબ છે. જો તમે ટ્વિટર પર કંગનાને સર્ચ કરશો તો પણ તમને તેનું એકાઉન્ટ જોવા મળશે નહીં. ટ્વિટર તરફથી સ્પષ્ટતા કરાઈ છે કે કંગના રનૌતે ટ્વિટરના નિયમોનો ભંગ કર્યો છે.