ફાઇલ તસ્વીર

ગુજરાતી સુગમ સંગીત ના આધાર સ્તંભ સમાન કૌમુદી મુનશી કોરોના ગ્રસ્ત થયા હતા અને  મોડી રાત્રે 91 વર્ષની વયે મુંબઈ ખાતે શ્વાસ લીધો હતો. કૌમુદી મુનશીનો જન્મ 3 ફેબ્રુઆરી 1928ના રોજ વારાણસી ખાતે થયો હતો અને વરસાઈ માં જ તેમને સાહિત્ય મળ્યું હતું અને બાળપણથી જ તેમણે સાહિત્ય પ્રત્યે રુચિ હતી અને એ રુચિ ને તેમણે આગળ ધપાવી અંદાજે 1952 આસપાસ તેમણે સંગીતની દુનિયા શરૂ કરી અને આજે સાત દાયકાની અવિસ્મર્ણિય સફર સમેટી લીધી છે.વડાપ્રધાન મોદી, કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ , ગુજરાતનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી એ શ્રદ્ધાંજલી અર્પણ કરી