રાજુલા તાલુકા ના દેવકા ગામે દેવકા વિદ્યાપીઠ ના ગ્રાઉન્ડ મા વિશાળ સમીયાણા નીચે ઉભા કરાયેલા વિશાળ સ્ટેજ પર પ.પૂ. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ની નિશ્રા મા ‘કાવ્યહેલી’ કવિ સંમેલન GTPL ગુજરાતી, સૌરભ સંસ્થાન રાજુલા તથા દેવકા વિધ્યાપીઠ ના સંયુક્ત ઉપક્રમે તા 31 માર્ચ ના સાંજે 5.00 થી 8.00યોજાયો હતો.

કવિ સંમેલનનો પ્રારંભમા પ.પુ. ભાઈ શ્રી તથા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી ના હાથે દિપપ્રાગટ્ય થયુ હતુ. દેવકા વિદ્યાપીઠ ના પ્રિન્સીપાલશ્રી બેલાબેન નાયકે આવકાર પ્રવચન, પ્રાસંગિક પ્રવચન લોકસાહિત્ય સેતુ અમરેલી ના પ્રમુખ ઈતેષભાઈ મહેતાએ કર્યુ હતુ. આ કાર્યક્રમ મા અમદાવાદ GTPLગુજરાતી ના ચેનલ હેડ શ્રી જયેન્દ્ર મીલવાર ચીફ ગેસ્ટ તરીકે તથા દેવકા વિદ્યાપીઠ ના ટ્રસ્ટીશ્રી ગૌતમભાઈ ઓઝા તથા સૌરભ સાહિત્ય સંસ્થાન રાજુલાના પ્રમુખશ્રી શશિભાઈ રાજ્યગુરુ તથા અમદાવાદ GTPL ગુજરાતી ‘કાવ્યહેલી’ કાર્યક્રમ ના પ્રોગ્રામ ડિરેકટરશ્રી શૈલેષ પંડ્યા કવિ ‘ભીનાશ’ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે અમરેલી લોકસાહિત્ય સેતુ ના સ્થાપક પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ જોષી તથા પ્રમુખશ્રી ઈતેષભાઈ મહેતા હાજર રહ્યા હતા.


‘ કાવ્યહેલી’ કવિ સંમેલનનુ સંચાલન શૈલેષભાઈ પંડ્યા કવિ ‘ભીનાશ’એ કર્યુ હતુ. ઉપસ્થિત કવિઓ એ કાવ્ય, સુર, શબ્દ અને સંવેદના થી સભર રચનાઓ ની હેલી વરસાવી હતી ને ભાવકો ભાવવિભોર થયા હતા.કવિશ્રી હરજીવન દાફડાએ આવડે એવા અટકચાળા કરુ છુ. સહિત સંવેદનાની ગઝલો રજુ કરી હતી. કવિશ્રી તુષાર વ્યાસ,વિમલ અગ્રાવત, ગોપાલ ધકાણ, કેતન કાનપરિયા દ્વારા માનવીય સંવેદના અને વ્યવહારીક અને સાંસારીક વિટંબણાઓ પર કવિતાઓ રજુ કરી ને ભાવકોને રસ તરબોળ કર્યા હતા. કવિશ્રી જે.પી.ડિર સાહેબ દ્વારા લોકઢાળ મા ‘પાંડુરંગ પ્રાણથી પ્યારો’ રજુ થયુ હતુ.સ્થાનીક કવિશ્રી લખમણભાઈવાવડીયાએ ગાય માતાની વારે આવવા મુરલીધર ને વિનંતી કરતુ ગીત રજુ કર્યુ હતુ. કવિશ્રી શશિભાઈ રાજ્યગુરુ કવિ ‘હેમાળવી’એ કૃષ્ણ ની વ્યથા નુ ગીત તથા પુ.ભાઈ શ્રી ની જન્મભૂમિ એવા દેવકા પર ગીત રજુ કરતા હાજર શ્રોતાઓ એ તાળીઓ ના નાદ સાથે સાથ પુરાવ્યો હતો ને વાતાવરણ કવિતા મય બની ગયુ હતુ. દેવકના વતની એવા કવિ અને લોકસાહિત્યકાર શૈલેષભાઈ વાઘેલાએ ગીરના સાવજનુ ખમીર રજુ કરતુ ગીત રજુ કરતાશ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા હતા. આ કાર્યક્રમ મા ઉપસ્થિત નવોદિત કવિઓ વિભાકર પંડ્યા- મહુવા, રાહુલ મહેતા,નસીમબેન પઠાણ રાજુલા, મયૂર કવા- દેવકા એ રચનાઓ રજુ કરી હતી. દરેક કવિઓ ને પ્રમાણપત્ર,પુસ્તક, પુરસ્કાર આપી ને પુ. ભાઈ શ્રી ના હસ્તે સન્માન થયુ હતુ.આભાર વિધિ શશિભાઈ રાજ્યગુરુએ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે GTPLગુજરાતી કાવ્યહેલી કાર્યક્રમ દ્વારા આઉટ ડોર કવરેજ કરી ને ગુજરાત ના છેવાડા ના સાહિત્ય સર્જકો ને સ્ટેજ અને પ્રોત્સાહન આપી રહ્યા છે. કાર્યક્રમ પાછળ અને તેના શુટીંગ અને કવરેજ પીછળ લાખો રુપીયા ખર્ચ કરી રહેલ છે.ને કાવ્યહેલી ને સમગ્ર ગુજરાતમા બહોળો પ્રતિસાદ મળી રહેલ છે.ને સાહિત્ય સર્જોકો મા સમગ્ર ગુજરાત લેવલે ઉત્સાહ પ્રવર્તી રહેલ છે.પુ. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની આ કાર્યક્રમ મા ઉપસ્થિતિ ના કારણે આ કાર્યક્રમ ની પ્રસિધ્ધિ ને વેગ મળશે.

આ કાર્યક્રમ અન્વયે માર્ગદર્શન પોરબંદર સાંન્દીપની પરીવારના મનોજભાઈ મોઢા તથા ગીરીષભાઈ પુરોહિત દ્વારા થયુ હતુ. સમગ્ર કાર્યક્રમનુ સંકલન અને આયોજન કિશોરભાઈ પટેલ, જીતુભાઈ સરવૈયા, મનોજભાઈ વ્યાસ દ્વારા કરવામા આવ્યુ હતુ. સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન વિજયભાઈ મહેતા – સાવરકુંડલા દ્વારા કરવામા આવ્યુ હતુ. ધૈવતભાઈ ત્રીવેદી તથા મહેશભાઈ જોટંગીયા અમદાવાદ, ભરતભાઇ વ્યાસ- રાજુલાએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.

આ કાર્યક્રમ મા ભાનુદાદા રાજગોર,નથુભાઈ સોલંકી- વેરાવળ, હમીરભાઈ સોલંકી,મનુભાઈ ધાખડા, જીતુભાઈ તેરૈયા, હરેશભાઈ તેરૈયા, વિ.હિ.પ. ના યુવરાજભાઈ સાંદુ, ગૌરાંગભાઈ મહેતા,મનિષભાઈ વાઘેલા, પ્રવિણભાઈ જાની, કાળુભાઈ વાઘ, મનસુખભાઈ કુંભાણી,કાળુભાઈ માલાણી,ઝા સાહેબ મહુવા, વિપુલભાઈ મહેતા,મનોજભાઈ સંઘવી, ગોપાલભાઈ ભુવા,કનુભાઈ વરુ, અનકભાઈ વાળા,કથુભાઈ કોટીલા,જોરુભાઈ ધાખડા, રાકેશભાઈ દવે, પ્રમોદભાઈ કાનપરિયા,સંજયભાઈ ત્રીવેદી, ટી.પી.ઓ. સુમરા સાહેબ, પ્રવિણભાઈ જેઠવા, લલિતભાઈ, કરશનભાઈ ચૌહાણ, કમલેશભાઈ મકવાણા,નિ. ડી.વાય. એસ.પી.ઠાકર સાહેબ,રુત્વીકભાઈ ત્રીવેદી-મસુંદડા, મનસુખભાઈ તરસરીયા- માંડળ, રામભાઈ દેવકા, રમેશભાઈ મારૂ,વિષ્ણુભાઈ ભાલીયા,વિપુલભાઈ લહેરી,પ્રિતેશભાઈ મહેતા,મનસુખભાઈ વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો