ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના આધારસ્તંભ કેશુભાઈ પટેલની તબિયત એકાએક લથડતાં 10 દિવસ પહેલાં જ તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમની તબિયતમાં સુધારો આવતા તેમને ડિસ્ચાર્જ કર્યા હતા. પરંતુ આજે ફરી એકાએક તબિયત વધુ લથડતાં તેમને સ્ટર્લિંગ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને તેમનું નિધન થયું હતું.થોડા સમય પહેલા કોરોના થતાં છેલ્લા કેટલાક દિવસ થી ફેફસાં અને હૃદયની સમસ્યા થતાં તેમની સારવાર ચાલી રહી હતી.આજે સાંજે પાંચ કલાકે ગાંધીનગર સેક્ટર 30 ખાતે આવેલા સ્મશાનગૃહ ખાતે અંતિમ વિધિ કરાશે. કેબિનેટ બેઠકમાં શ્રદ્ધાંજલિ આપ્યા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. એક દિવસનો રાજકીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે આ ઉપરાંત ભાજપ દ્વારા તમામ ચૂંટણી સભાઓ રદ્દ કરવામાં આવી છે