બગસરા તાલુકાના સમઢીયાળા ગામના 2 યુવાનો પિયુષ ડોબરીયા,અને ભાર્ગવ ડોબરીયા આ બંને યુવાનો ને એક નવો વિચાર આવ્યો કે ખેડૂતો માટે કંઈક કરીયે.અને એમના વિચાર ને વેગ મળતા તેમને ખેડૂત નો કોઠાર નામની એપ્લિકેશન બનાવી જેમાં ખેડૂતો ને કોઈ પણ પ્રકાર ની દલાલી ના ચૂકવવી પડે અને પોતાની વસ્તુ ની કિંમત પોતે જ નક્કી કરે એવા સારા ઉદ્દેશ થી આ એપ્લિકેશન બનાવી અને 13/10/2020 ના રોજ આ એપ્લિકેશન ને ખુલી મુકવામાં આવી.

આ એપ્લિકેશન નું લોન્ચિંગ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ ભાઈ રૂપાલા દ્વારા ડોબરીયા પરિવાર ના કુળદેવી માં ખોડિયાર ના આંગણે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પૂર્વધારાસભ્ય જે.વી.કાકડીયા , અમરડેરી ના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા તેમજ જિલ્લા ભાજપની ટિમ બગસરા તાલુકા ભાજપ ના અગ્રણી ઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.ગામના ખેડૂતો પણ હાજર રહ્યા હતાં. પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા સંબોધન આપવામાં આવ્યું હતું. આ એપ્લિકેશન ખેડૂતો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. આ એપ્લિકેશન પ્લેય સ્ટોર માંથી dowanlod કરી શકાશે.અને ખેડૂતો પણ આવનારા સમય માં ડિજિટલ મીડિયા નો ઉપયોગ કરી પોતાની આવક માં વધારો કરી શકે તેવા ઉમદા ઉદેશ્ય થી આ એપ્લિકેશન બનાવામાં આવી છે.