સુરેન્દ્રનગર જીલ્લાના કિરણબેન કાળુભાઈ ચાવડા જેમને અભ્યાસ – એમ. એ. ઇંગ્લિશ. યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ માંથી કરેલો છે કિરણબેન ચાવડા ના કહેવા મુજબ મારા પિતા ને સાયકલ લઈને નોકરી પર જતા મેં જોયા છે, મેં એમના સંઘર્ષો,ત્યાગ અને હિંમત ને જોઈ છે..

એમના આ સમર્પણ થી જે અમે ત્રણ ભાઈ-બહેન સૌથી મોટાભાઇ પ્રાથમિકમા ઇંગ્લિશ શિક્ષક, ત્યારબાદ હું જે હાલ પી.એસ.આઇ માં ઉતીર્ણ થઈ છું અને સૌથી નાના બેન ડોક્ટર બન્યા છે.પિતાનું સમર્પણ અને ત્યાગ ના પ્રતાપે ત્રણેય ભાઈ બહેન સારી પોસ્ટ ઉપર ફરજ સેવા આપીએ છીએ મારા પપ્પા હમેશા કહે છે કે શરીર ને હમેશા કષ્ટ આપો, કંફર્ટ ઝોન માંથી બહાર નીકળો, ક્યારેય હાર ન માનો, સહનશીલ બનો,તમારી કરેલી મેહનત ક્યારેય વ્યર્થ જતી નથી તમારી કરેલી મેહનત તમને વહેલા કે મોડા સફળતા ના રૂપ માં પાછી મળે છે.

હું ધોરણ ૧૨ માં કેન્દ્ર માં પ્રથમ ૭ વિષય માંથી ૬ વિષય માં ૧૨ બોર્ડ માં હાઈસ્ટ માર્કસ હતાં .બેસ્ટ સ્ટુડન્ટ્સનો એવાર્ડ પણ મળેલો કોલેજ કરતા કરતા ૧ થી ૧૨ ધોરણના બાળકો ને ટ્યુશન કરાવતા તેમાંથી આવતી ફિસ માંથી ઘર માં મદદ કરતા અને પુસ્તકો ખરીદતા રાજકોટ ખાતે ગરીબ બાળકોને વિનામૂલ્યે ભણાવતા અને તેમને યોગ્ય માર્ગદર્શન આપતા
લોક ડાઉન દરમ્યાન ગરીબ ઘરના છોકરાઓ ને મફત માં ભણાવતા આજે એમાંથી કેટલાક કોન્સ્ટેબલ, કેટલાક આર્મી અને કેટલાક બેંક જેવી પરીક્ષા પાસ કરીને સેવા આપી રહ્યા છે.

વધુમાં કિરણબેન જણાવે છે કે તલાટીની પરીક્ષા બે વાર પાસ કરી અને રાજીનામું આપ્યું ૨૦૧૭ માં એક સાથે કોન્સ્ટેબલ, તલાટી, ક્લાર્ક, ડી વાય એસ.ઑની તથા એ.એસ.આઇ ની પરીક્ષા પાસ કરી જેમાં એ.એસ.આઇ ની પોસ્ટ સ્વીકારી અને બાકીના માં રાજીનામું આપ્યું.પી આઈ તથા જી.પી.એસ.સી ના ઇન્ટરવ્યુ સુધી પોહોચ્યા નાનપણ થી જ ક્લાસ ૧/૨ થવાનું સ્વપ્ન હતું.હાલ પપ્પા કેન્સર પેશન્ટ છે ઘર ની તમામ જવાબદારી પોતે ઉપાડેલ છે આવા વાતાવરણ માં કિરણબેન દ્વારા પી.એસ.આઇ ની પરીક્ષા પાસ કરી, હાલ લાલપુર પોલીસ સ્ટેશન માં બિટ જમાદાર તરીકે કાર્યરત છે.

પિતાનો સંઘર્ષ સફળતાનો પાયો 
પપ્પા આણંદ ખાતે એગ્રિકલ્ચર ઓફિસર હતા. પપ્પા અને પપ્પા નો સંઘર્ષ જ મારી સફળતા ના કારણો છે..પપ્પાએ જ શીખવેલું કે. Dedication થી કરેલું કોઈ પણ કાર્ય ક્યારેય વ્યર્થ જતું નથી, તમને કોઈને કોઈ રૂપ માં તમારી કરેલી મેહનત તમને કોઈને કોઈ સ્વરૂપે જરૂર મળે છે.

આજે હું જે કંઈ છું તેમનો શ્રેય મારા પપ્પા કાળુભાઈ ચાવડા ની મહેનત માર્ગદર્શન માં કારણે તેમજ સમાજના વિચારશીલ લોકો દ્વારા પણ મને જરૂરિયાત મુજબ માર્ગદર્શન મળેલું છે

કિરણબેન ચાવડા પી.એસ.આઇ ની.પરીક્ષા પાસ કરી તેમને મિત્ર વર્તુળ સગા વહાલા સમાજનાં આગેવાનો તરફથી શુભેચ્છાઓની વર્ષા થઇ રહી છે.

અહેવાલ .ભૂપેન પરમાર રાજકોટ

રિપોર્ટર:યોગેશ ઉનડકટ સાવરકુંડલા અમરેલી