18મી લોકસભાનું પ્રથમ વિશેષ સત્ર આજથી શરૂ થયું છે અને સાંસદો શપથ લઈ રહ્યા છે. પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, મનોહર લાલ ખટ્ટર અને અન્ય કેન્દ્રીય મંત્રીઓએ શપથ લીધા હતા. સોમવારે કુલ 280 સાંસદો શપથ લેશે અને મંગળવારે 264 સાંસદો શપથ લેશે. આ શપથ રાજ્યવાર સાંસદોને કરાવવામાં આવે છે. પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબ સાંસદોને શપથ લેવડાવી રહ્યા છે. તે જ સમયે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન વિપક્ષ તરફથી હોબાળો થઈ રહ્યો છે. વિપક્ષી સાંસદોએ બંધારણની નકલો લઈને વિરોધ કર્યો હતો.
જાણો સત્રનું સમગ્ર શેડ્યુલ
24-25 જૂન- સત્રના શરૂઆતના આ બે દિવસ સાંસદોના શપથ
26 જૂન- આ વખતે બહુચર્ચિત લોકસભા સ્પીકરની ચૂંટણી
27 જૂન- રાજ્યસભાના 264મા સત્રની શરૂઆત, રાષ્ટ્રપતિનું અભિભાષણ
28 જૂન- સંસદમાં વડાપ્રધાન મોદી દ્વારા મંત્રીમંડળના સભ્યોનો પરિચય
1-3 જુલાઈ- રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા
રાહુલ ગાંધીનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું
સોમવારે 18મી લોકસભાના પ્રથમ સત્રની શરૂઆતમાં પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબે માહિતી આપી હતી કે રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી રાજીનામું આપી દીધું છે. તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે.