બગસરા, રૂપેશ રૂપારેલિયા/  બગસરાના રઘુવંશી પરિવારના ભરતભાઈ આર. ચંદારાણાનો પુત્ર ક્રિષ્નાંશ એ ગેટ એક્ઝામ ૨૦૨૩ માં ૨૧૭ માં રેન્ક થી ઓલ ઈન્ડિયા માં પાસ કરી આઇ. આઇ.ટી. મદ્રાસ માં એડમીશન મેળવેલ છે.

ચાર પ્રોજેક્ટ પૂર્ણ કરી અમેરિકા એટ સ્પેસ પોર્ટ કપ વીથ કેનરાડ સિસ્ટમ એવોર્ડ મેળવ્યો હતો જેમાં તેણે અભ્યુદય રોકેટ ટીમ, ડ્રોન વિટલ સપ્લાય ઇમરજન્સી, મિશન માર્સ, એર બસ કંપનીમાં રિસર્ચ જેવા પ્રોજેક્ટમાં ભાગ લીધેલ હતો.  જેને અનુસંધાને શ્રીલોહાણા મહાપરિષદએ આંતરરાષ્ટ્રીય એવોર્ડ શ્રેણી ૨૦૨૪નો શ્રેષ્ઠ રઘુવંશી સંશોધક પ્રતિભા એવોર્ડ માટે બગસરાના ક્રિષ્નાંશ ભરતભાઇ ચંદારાણાને તા.૩૦/૧૧/૨૦૨૪ના રોજ વિલેપાર્લા (વેસ્ટ) મુંબઈ ખાતે એવોર્ડ એનાયત કરશે.

આ એવોર્ડ બગસરા રઘુવંશી પરિવારના ક્રિષ્નાંશને મળતા બગસરા તેમજ બગસરા રઘુવંશી પરિવારનું ગૌરવ વધારતા બગસરા લોહાણા મહાજન પ્રમુખ ભીખુભાઈ સેજપાલ તેમજ બગસરા લોહાણા મહાજન દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.