આજે સાંજ થી વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો હતો જેમાં લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ જનક તળાવિયા દ્વારા ખેડૂત આંદોલનનો વિરોધ કરવામાં આવ્યો હતો

તળાવિયા એ આરોપ લગતા કહ્યું હતું કે અનેક રાજકીય પક્ષના લોકો આ આંદોલન ને વેગ આપી રહ્યા છે તથા વધુમાં નરેન્દ્ર મોદીના વખાણ કરતાં જણાવ્યુ હતું ક તે ખેડૂત ની આવક બમણી કરવાં માટે પ્રયત્નો કરી રહ્યા છે. અને ભારત બંધ નો વિરોધ દર્શાવ્યો હતો તથા કૃષિબિલને સમર્થન આપ્યું હતું ત્યારે અનેક તર્ક લગાવવામાં આવી રહતા હતા.

જ્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આકરા પાણી એ હોય તેમ  આજે મોડી રાત્રિના અમરેલી જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ ડી.કે.રૈયાણી દ્વારા જનકભાઈ તળાવિયાને લાઠી તાલુકા પંચાયત ના પ્રમુખ પદ પરથી અને કોંગ્રેસ પક્ષ માથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.