8 ડિસેમ્બર ના રોજ ખેડૂત દ્વારા બંધ નું એલાન કરવામાં આવ્યું હતું જેમને કોંગ્રેસ પક્ષ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું પરંતુ પરેશ ધાનાણીના ગઢ એવા અમરેલી ના લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ જનક તળાવિયા દ્વારા ખેડૂતો દ્વારા આપાયેલા બંધ ના આંદોલનને સમર્થન આપવાના બદલે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને વડાપ્રધાન મોદી ના વખાણ કરવામાં આવ્યા હતા જેના કારણે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે.રૈયાણી દ્વારા તેમણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે આજે જનક તળાવિયા એ ભાજપ નો ખેસ ધારણ કર્યો છે તથા  લાઠી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ગોરધનભાઈ ધનજીભાઇ ડોંડા, તાલુકા પંચાયતના સદસ્ય રંજનબેન પરમાર , લાઠી તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન પ્રવીણભાઈ પરમાર તથા જિલ્લા પંચાયત સદસ્ય મધુબેન રાઠોડ તલવિયા ના સમર્થન માં રહ્યા છે અને  કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે