લોકસભાની ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકીય સમીકરણો તૈયાર કરી અને ઉમેદવારોના નામ જાહેર થવા લાગ્યા છે. આ દરમિયાન હવે કોંગ્રેસની ત્રીજી યાદી કોઈ પણ સમયે જાહેર થઈ શકે છે. ત્યારે પંચમહાલ બેઠક માટે વર્તમાન ધારાસભ્ય ગુલાબસિંહને કોંગ્રેસ મેદાને ઉતારી શકે છે. ગુલાબસિંહ ચૌહાણને કોંગ્રેસે ટેલિફોનિક જાણ કરી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.
પંચમહાલ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ ચૌહાણનું નામ જાહેર કરાયું હોવાની વિગતો સામે આવી છે. કોંગ્રેસ હાઇકમાન્ડે ગુલાબસિંહ ચૌહાણને ટિકીટ આપી છે. ગુલાબસિંહ ચૌહાણ લુણાવાડાના ધારાસભ્ય છે. રતનસિંહ રાઠોડનું આ વખતે પત્તું કપાયું છે. ભાજપે આ બેઠક પર રાજપાલ જાધવને રાજકીય મેદાને ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહને ચૂંટણીના મેદાને ઉતાર્યા છે.
ગુજરાતના કોંગ્રેસના 7 ઉમેદવારોના નામ
બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને ટિકિટ મળી છે
અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણાને ટિકિટ મળી છે
અમદાવાદ પૂર્વમાં રોહન ગુપ્તાને ટિકિટ મળી પરંતુ તેમણે ઈન્કાર કર્યો છે
બારડોલીથી સિધાર્થ ચૌધરીને ટિકિટ મળી છે.
વલસાડથી અનંત પટેલ કોંગ્રેસના ઉમેદવાર
પોરબંદરથી લલિત વસોયા કોંગ્રેસના ઉમેદવાર
કચ્છથી નીતિશ લાલણ કોંગ્રેસના ઉમેદવાર