ગુજરતના પુર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા માધવસિંહ સોલંકીનું ગઇ કાલે એટલે કે શનિવારે 94ની વયે ગાંધીનગરમાં અવસાન થયું હતું. તેમના પુત્ર ભરતસિંહ સોલંકી અમેરિકા હોવાથી તેમના અંતિમ સંસ્કાર આજે રાખવામાં આવ્યા હતા.
આજે બપોરે તેમના પાર્થિવ દેહને તિરંગામાં લપેટી તેમના ગાંધીનગરના નિવાસ સ્થાનેથી અમદાવાદના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં કાર્યકરો અને હજારો સમર્થકોએ તેમના અંતિમ દર્શન કર્યા હતા. ત્યર બાદ તેમ્ન અંતિમ સંસ્કાર પાલડી સ્મશાન ગૃહ ખાતે સાંજે સાડા પાંચ વાગ્યે શાસ્ત્રોક્ત વિધિ , ગાર્ડ ઓફ ઓનર અને રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.