30 વર્ષ સુધી પંજાબી અને હિન્દી સિનેમાપાર રાજ કરનાર અને મહાભારત સિરિયલમાં દેવરાજ ઈન્દ્રનું પાત્ર ભજવનાર સતીષ કૌલનું કોરોનાને કારણે નિધન થયું છે. સતીષ કૌલ હિન્દી અને પંજાબીની 300થી વધુ ફિલ્મોમાં કર્યું હતું કામ .તેઓ છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમના નિધનને પગલે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, તેઓ એ બહુમુખી અભિનેતા હતા. તેમણે પંજાબી સિનેમા, કલા અને સંસ્કૃતિના પ્રચારમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી..