પશ્ચિમ બંગાળના હાઈહોલ્ટેજ ગણાતી નંદીગ્રામ વિધાનસભાની સીટ પર મમતા બનર્જી અને તેના મંત્રી પક્ષ છોડી ભાજપમાં ગયેલા સુવેન્દૃ અધિકારી સામે ખરાખરીનો મુકાબલો હતો મત ગણતરીના છેલ્લા રાઉન્ડમાં 1200 મત થી મમતા બેનર્જી વિજેતા જાહેર થઈ હતી ત્યાર બાદ ઇસી દ્વારા ભાજપના સુવેન્દૃ અધિકારીને 1622 મત થી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, આમ પશ્ચિમ બંગાળમાં ટીએમસીને બહુમતી તો મળે છે પરંતુ તેમના મુખ્યમંત્રી મમતા બેનર્જી ને હારનો સામનો કરવો પડ્યો છે.
મમતા બેનર્જીએ સુમપ્રિમ કોર્ટમાં જવાની વાત પણ કરી છે. અને ઇલેક્શન કમિશન પર સહકાર ન આપવાનો આક્ષેપ પણ કર્યો છે. પશ્ચિમ બંગાળમાં ગઢ આલા પણ સિંહ ગેલા જેવી પરિસ્થિતી સર્જાય છે. હજુ 2 સીટ પર ચૂંટણી બાકી છે તો મમતા બેનર્જી ત્યાં થી ચૂંટણી લડી શકે છે અથવા મુખ્યમંત્રી બન્યા પછી 6 માસમાં રાજ્યની કોઈ પણ જગ્યાએ થી વિધાનસભાના સભી તરીકે ચૂંટાઈ આવવું પડશે.