અશોક મણવર, અમરેલી/  અમરેલી શહેરના ઊર્જાનગર વિસ્તારમાં આવેલા પાઠક સ્કૂલ નજીક આજે એક સ્કૂલ વાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા મચાફાટ મચી ગયો હતો. બપોરના સમયે વિદ્યાર્થીઓને લેવા આવેલી સ્કૂલ ઇકો ગાડીમાંથી ધુમાડો ઉડતો દેખાતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.

આગની જાણ થતાં જ કંટ્રોલરૂમમાં ટેલીફોનિક રીતે માહિતી આપવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગઈ અને આગ પર ગણતરીના સમયમાં કાબૂ મેળવી લીધો. આગ વધુ ફેલાય તે પહેલા જ તેને કાબૂમાં લેતાં તંત્રએ હાશકારો લીધો છે.

સદનસીબે કોઈ જાનહાનિ થઇ નથી, પરંતુ ઇકો વાનને ગંભીર નુકસાન થયું છે. આગ લાગવાની શક્યિતાનો પ્રાથમિક અંદાજ ઇલેક્ટ્રિકલ શોર્ટસર્કિટ બતાવવામાં આવી રહ્યો છે, જોકે વિગતવાર તપાસ બાદ સચોટ કારણ બહાર આવશે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો