ગુજરાત કોંગ્રેસના વિધાયક અને ઓલ ઈન્ડિયા કિસાન કોંગ્રેસના કોઓર્ડિનેટર હર્ષદ રિબડિયા આજે ખેડૂત આંદોલનને સમર્થન આપવા દિલ્હી પહોચ્યાછે તે હાલ દિલ્હી હરિયાણા વચ્ચે આવેલ ટીકરી બોર્ડર પર ખેડૂતોને સમર્થન આપવા માટે પહોચ્યા છે, હાલ ખેડૂત આંદોલન ઉગ્ર સ્વરૂપ લઈ રહ્યું છે એક તરફ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પણ ખેડૂતોને મળવા પહોચ્યા હતા ત્યારે બીજી તરફ સરકાર દ્વારા ખેડૂતો સાથે અનેક મંત્રણા કરવામાં આવી પરંતુ હજો કોઈ નિવાડો આવ્યો નથી ત્યારે હવે ગુજરાત ના ખેડૂત નેતા  હર્ષદ રિબડિયા, જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઇ પોકિયા, કોંગ્રેસના યુવા કાર્યકર્તા જયદીપ શીલુ, વિશ્વનાથસિંહ વાઘેલા સહિતના નેતાઓ દિલ્હી ખેડૂતોના આંદોલનને વેગ આપવા પહોચ્યા છે