ગુજરાતના રાજકારણમાં એક તરફ નવા જૂની ના એંધાણ છે. ત્યારે હવે બીજી તરફ દિગ્ગજ નેતા અને અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતના કાફલા પર ગત મોડી રાત્રે હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. પ્રતાપ દુધાત “સરદાર સન્માન યાત્રા” પૂર્ણ કરીને સોમનાથથી પરત ફરી રહ્યા હતા ત્યારે અમરેલી જિલ્લાના દુધાળા નજીક કાફલા પર હુમલો થયો.

પ્રતાપ દૂધાત “સરદાર સન્માન યાત્રા” પૂર્ણ કરીને સોમનાથથી પરત ફરી રહ્યા હતા ત્યારે હુમલો થયાની વિગત સામે આવી છે. આ ઘટનાને લઈ પ્રતાપ દૂધયતે જણાવ્યું કે, હુમલા સમયે તેમના કાફલામાં ત્રણ ગાડીઓ હતી.અને લગભગ 50 લોકોના ટોળાએ રસ્તો રોકી હુમલાનો પ્રયાસ કર્યો હતો અને ગાડીઓ ઉપર ડંડા તેમજ ધોકાથી હુમલો કર્યો હતો. એક ગાડીના કાચ તૂટી ગયા છે અને ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.

પ્રતાપ દુધાતે માહિતી આપતાં જણાવ્યું હતું કે, હું યાત્રા પૂરી કરીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે મારી ગાડી પર ધોકા મારી ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ભવિષ્યમાં એવો ફરી પ્રયાસ ન થાય તે માટે પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી છે. હુંમલામાં કાફલાની એક ગાડીમાં સામાન્ય નુકસાન થયું છે, પરંતુ ધન્યવાદ છે કે કોઈ જાતની જાનહાની નથી. દુધાતે આગળ ઉમેર્યું કે, હું સંપૂર્ણ સુરક્ષિત છું. હુમલો કેમ થયો એ અંગે હું સ્વયં અચાનક છું. અત્યારે કોઈ ખુલાસો કરી શકાતો નથી.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો