- ભારતમાં કોરોનાથી રિકવરી રેઇટ દુનિયામાં સૌથી સારો. વિશ્વ સાપેક્ષમાં મૃત્યુદર પણ છે ખૂબ ઓછો.
- આજે ભારતમાં 90 લાખથી વધુ કોરોના બેડ્સ ની સગવડ છે.12000 સેન્ટર કોવિડ સેન્ટર છે.
- 2000 થી વધુ સેન્ટરો કોવિડ પરીક્ષણ કરી રહ્યા છે.
- ડોક્ટરો-પેરા મેડિક્સથી લઈને સુરક્ષાકર્મીઑ “સેવા પરમો ધર્મ” સમજી નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે તેઓનો ખાસ આભાર માન્યો.
- હજુ સાવધાની રાખવી જરૂરી છે. સંત કબીરની કવિતા વડે જણાવ્યુ કે જ્યાં સુધી સફળતા પૂરીના મળે ત્યાં સુધી સચેત રહેવું જરૂરી છે.
- વેક્સિનના શોધાય ત્યાં સુધી હજુ લડત ચાલુ છે.
- ભારતની વેક્સિનમાં અમુક વેક્સિન ખૂબ એડ્વાન્સ સ્ટેજ ઉપર છે.
- વેક્સિન આવતા ભારતના એક એક નાગરિકો સુધી વેક્સિન પહોચે તે માટે ખૂબ ત્વરિત પગલાં લેવામાં આવી રહ્યા છે.
- રામ ચરિત્ર માનસનો ઉલ્લેખ કરી નાગરિકોને જણાવ્યુ કે આગ, શત્રુ, ભૂલ-બીમારીને ક્યારે હળવાશથી લેવા જોઈએ નહીં.
- જબ તક દવાઈ નહીં તબ તક ઢીલાઈ નહીં!!
- તહેવારો ખુશીઓ માટે હોય છે. પણ તે સમયે પણ કોરોનાની સાવચેતી છોડવાની નથી.
- હાથ જોડી સૌને સાવચેત રહેવા કરી અપીલ.
- મીડિયા, સોશિયલ મીડિયાને સાવચેતી અંગે જનજાગરુકતા ફેલાવવા અપીલ કરી.
- તમામ નાગરિકોને દશેરા, છઠ પુજા, નવરાત્રિ, દિવાળી જેવા તહેવારોની શુભકામનાઓ પાઠવી છે.
ભવ્ય પોપટ, એડિટર