મોદી સરકારે દિવાળી પર ખેડૂતોને મોટી ભેટ આપી છે. સરકારે રવિ પાકના MSPમાં વધારો કર્યો છે. કેન્દ્ર સરકારે 2025-26ની સીઝન માટે 6 રવિ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય હેઠળ, વિવિધ પાકોના MSPમાં વધારો કરવામાં આવ્યો છે, જેથી ખેડૂતોને તેમના પાકના સારા ભાવ મળી શકશે.

 

સરકારનું આ પગલું ખેડૂતોને તેમના પાકના વાજબી ભાવ આપવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, “રવી પાકની MSP વધારવામાં આવી છે. ખેડૂતોના કલ્યાણને લગતો સૌથી મોટો નિર્ણય આજે લેવામાં આવ્યો છે. સરકારની વિચારસરણી સ્પષ્ટ છે અને ખેડૂતોના કલ્યાણ પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવે છે. રવિ માર્કેટિંગ માટે MSP મંજૂર કરવામાં આવી છે. સીઝનમાં રવિ પાકના ભાવમાં 50 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.

 

જાણો કયા પાકમાં કરાયો કેટલો વધારો

ઘઉંની MSP વધારીને ₹2,425 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે, જે અગાઉ ₹2,275 હતી.

જવની MSP વધારીને ₹1,980 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે, જે અગાઉ ₹1,850 હતી.

ચણાની MSP વધારીને ₹5,650 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે, જે અગાઉ ₹5,440 હતી.

મસૂરની MSP વધારીને ₹6,700 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે, જે અગાઉ ₹6,425 હતી.

સરસવની MSP વધારીને ₹5,950 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે, જે અગાઉ ₹5,650 હતી.

કુસુમ(safflower)ના MSPને વધારીને ₹5,940 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે, જે અગાઉ ₹5,800 હતો.