કોરોનાના વધતા જતા સંક્રમણનને અટકાવવા સરકાર પગલાં લઈ રહી છે છતાં પણ ગુજરાત માં ઓક્સિજન, બેડ અને વિવિધ જરૂરી સાધનોની અછત કોવા મળી રહી છે અને પરિસ્થિતી ખરાબ થતી જાય છે આવા સંજોગોમાં કથાકાર મોરારીબાપુ ફરી એક વાર લોકોની મદદ એ પહોચ્યા છે  જેમાં રાજુલા ખાતે કથાકાર મોરારિબાપુની ચાલતી કથા દરમિયાન આજે બાપુ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. બાપુએ જાહેર કરેલું એ મુજબ મહુવાના તમામ દર્દીઓ માટે ભોજન વ્યવસ્થાની સેવા ચિત્રકૂટધામ, તલગાજરડા દ્વારા થઇ રહી છે.

ઉપરાંત પૂજ્ય બાપુએ આજની કપરી પરિસ્થિતિમાં ઓક્સિજન, ઇન્જેક્શન, બેડ, દવા કે ડૉક્ટરની સેવા માટે 1 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી છે. એમાં ચિત્રકૂટધામ, તલગાજરડાની હનુમંત પ્રસાદી રૂપે વ્યાસપીઠ અને વ્યાસપીઠની સાથે સંલગ્ન સેવાકર્મીઓ તરફથી અન્ય પાંચ લાખની નાણાકીય સેવાની પણ જાહેરાત કરવામાં આવી છે.