MPની ચૂંટણીમાં કોંગ્રેસનું હિન્દુત્વ કાર્ડ, કમલનાથ કરશે બાબા બાગેશ્વરની રામકથાનું આયોજન
MP Election: Congress's Hindutva card in the election, Kamal Nath will organize Baba Bageshwar's Ramkatha

પોલિટિકલ ડેસ્ક: મધ્યપ્રદેશમાં ચૂંટણીની તડામાર તૈયારીઑ ચાલી રહી છે. ત્યારે ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરવામાં આવી રહી ચરે. મધ્યપ્રદેશમાં ચાર મહિના પછી ચૂંટણી છે.મધ્યપ્રદેશની ચૂંટણીમાં ભાજપ હિન્દુત્વ પર ખૂબ બહાર મૂકી રહ્યું છે. ભાજપની હિંદુત્વની પીચ પર ખુલ્લેઆમ રમી રહેલા કોંગ્રેસના કમલનાથ છિંદવાડામાં 3 દિવસ સુધી સનાતનીના કમાન્ડર કહેવાતા બાબા બાગેશ્વરની રામકથાનું આયોજન કરશે, પરંતુ ભાજપને કોંગ્રેસનું આ હિન્દુત્વ કાર્ડ નુકશાન કરી શકે છે.

ભગવા ધ્વજ પર હનુમાનજી, ભગવા સાડી પહેરીને માથે કળશ ધારણ કરવો એ અત્યાર સુધી ભાજપનો કોપીરાઈટ હતો. પરંતુ બજરંગબલીના મુદ્દે કર્ણાટકમાં જીત બાદ મધ્યપ્રદેશમાં રાજકારણની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. હિન્દુત્વનો પોકાર કરતી આ કલશ યાત્રા આ વખતે કોંગ્રેસની છે.

કર્ણાટકની રણનીતિ મધ્યપ્રદેશમાં

આ બદલાયેલા રાજકીય માહોલનું મુખ્ય કારણ બજરંગબલી વિવાદ છતાં કર્ણાટકમાં મળેલી જીત છે. જે બાદ કોંગ્રેસ કાર્યાલયમાં ભાજપના કોપીરાઈટ ‘જય શ્રી રામ’ના નારા જોવા મળ્યા હતા. કોંગ્રેસ કાર્યાલયમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો અને સુંદરકાંડના પાઠ પણ સાંભળવા મળ્યા હતા. ત્યારે હવે કર્ણાટકની રણનીતિ મધ્યપ્રદેશમાં પણ જોવા મળી રહી છે.

કર્ણાટકની જીત, કોંગ્રેસીઓના સુંદરકાંડ, હનુમાન ચાલીસા અને ભગવત ગીતાના કાર્યક્રમ કે ઈન્દોરમાં રૂદ્રાભિષેક પછી કમલનાથે આ વખતે ભાજપના હિન્દુત્વના એજન્ડા પર રણનીતિ તૈયાર કરી છે. આ જ કારણ હતું કે જ્યારે નકુલ નાથ છિંદવાડામાં 5 થી 7 ઓગસ્ટ દરમિયાન યોજાનાર દૈવી દરબારના મુખ્ય યજમાન બન્યા ત્યારે આખું છિંદવાડા કમલનાથ અને નકુલના હોર્ડિંગ્સથી ઢંકાયેલું જોવા મળ્યું હતું.

આ પણ વાંચો: Ram Mandir: અયોધ્યામાં ખૂબ જ જલ્દી થશે રામ લલ્લાના દર્શન, જાણો પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ

આ રાજ્યોમાં થશે ચૂંટણી

આ વર્ષના અંત સુધીમાં પાંચ રાજ્યો – મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આમાં મધ્યપ્રદેશ એક મોટું રાજ્ય છે, જ્યાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આરપારની લડાઈ માનવામાં આવી રહી છે.