સ્થાનિકસ્વરાજ ની ચૂંટણી બાદ અમદાવાદ , જામનગર , ભાવનગર , સુરત અને રાજકોટ મહાનગર પાલિકા ના મેયર માટે રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ હતી ત્યારે આજે અમદાવાદ, ભાવનગર અને વડોદરા મહાનગર પાલિકામાટે મેયર સહિત વિવિધ હોદ્દા માટેના નામ જાહેર થયા છે
અમદાવાદ મહાનગર પાલિકાની વાત કરવામાં આવે તો મેયર તરીકે કિરીટ પરમારની વરણી કરવામાં આવી છે જ્યારે ડેપ્યુટી મેયર તરીકે ગીતા પટેલ ની વરણી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન પદ્દ પર હિતેશ બારોટની વરણી કરવામાં આવી છે અને દંડક તરીકે અરુણસિંહ રાજપૂતની નિયુક્તિ કરવામાં આવી છે આ ઉપરાંત પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટની વરણી કરવામાં આવી છે
ભાવનગર મહાનગર પાલિકાની વાત કરવામાં આવે તો મેયર તરીકે કિર્તિબેન દાણીધારીયા ની વરણી કરવામાં આવી છે જ્યારે ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહ ની વરણી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન પદ્દ પરધીરુભાઈ ધામેલિયાની વરણી કરવામાં આવી છે અને દંડક તરીકે પંકજસિંહ ગોહિલની નિયુક્તિ કરવામાં આવી છે આ ઉપરાંત પક્ષના નેતા તરીકે બુધાભાઈ ગોહિલની વરણી કરવામાં આવી છે
વડોદરા મહાનગર પાલિકાની વાત કરવામાં આવે તો મેયર તરીકે કેયૂર રોકડિયાની ની વરણી કરવામાં આવી છે જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોશી ની વરણી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન પદ્દ પર હિતેન્દ્રભાઈ પટેલની વરણી કરવામાં આવી છે અને દંડક તરીકે ચિરાગ બારોટની નિયુક્તિ કરવામાં આવી છે
સુરત,જામનગર તથા રાજકોટ મહાનગર પાલિકાના હોદ્દેદારો ના નામ ની સત્તાવાર જેહેરાત કરવામાં આવી નથી પરંતુ સુરત મહાનગરપાલિકા ના મેયર માટે પક્ષના વફાદાર અને પીઢ નેતા ગણાતા દર્શિનીબેન કોઠીયા નું નામ ચર્ચા છે