ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા ગણાતા ડો. વર્ગીસ કુરિયનનો જન્મ 26 નવેમ્બર 1921 ના થયો હતો તેમની સ્મૃતિમાં રાષ્ટ્રીય દૂધ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2014માં 26 નવેમ્બરના દિવસે ભારતીય ડેરી એસોસિએશન (IDA) એ રાષ્ટ્રીય દૂધ દિવસ ઉજવવાની શરૂઆત કરી હતી

ડો. વર્ગીસ કુરિયનની આગેવાનીમાં વર્ષ 1970માં દૂધ ઉત્પાદનની વૃદ્ધિ અને ગ્રામીણ ક્ષેત્ર ની આવકમાં વધારો થાય તે હેતુ થી “ઓપરેશન ફ્લડ”ની શરૂઆત કરવામાં આવી હતી અને તેને પરિણામ એ ભારત ૧૯૯૮માં યુનાઇટેડ સ્ટેટ્સને પાછળ રાખીને વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બન્યો હતો.