વર્તમાન સમયમાં કોરોનની સ્થિતિ પર કાબૂ મેળવવા માટે સરકાર દ્વારા અમદાવાદમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો ત્યાર બાદ  સુરત,અમદાવાદ ,રાજકોટ અને વડોદરા માં રાત્રિ ક્ફ્યુ લગાવ્યો છે અને આજે લગ્ન સમારોહમાં 200 લોકોની મર્યાદા નક્કી કરી હતી એમાં ઘટાડો કર્યો હવે લગ્ન સમારોહમાં ફક્ત 100 લોકોજ ઉપસ્થિત રહી સકશે જ્યારે અંતિમ વિધિમાં પણ લોકોની મર્યાદા નક્કી કરવામાં આવી છે હવે અંતિમ વિધિમાં ફક્ત 50 વ્યક્તિઓની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત  રાજકોટ,સુરત અમદાવાદ અને વડોદરા માં રાત્રિ કર્ફ્યૂ દરમ્યાન  લગ્ન સહિત કોઈ પણ પ્રકારની ઉજવણી માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે સરકારના આ નિર્ણયનો અમલ મંગળવારની રાત્રિથી કરવામાં આવશે.