વેલેન્ટાઇન્સ ડે એટલે યુગલોનો દિવસ એવી ખોટી માન્યતાને બદલી દે એવી પહેલ અનામ ઘુઘરા દ્વારા કરવામાં આવી છે. વેલેન્ટાઇન્સ ડે એટલે પ્રેમનો દિવસ એવો દાખલો બેસાડતી પ્રવૃતિ અનામ ઘુઘરા દ્વારા વેલેન્ટાઇન્સ દિવસના રોજ કરવામાં આવી હતી.

રાજકોટના વિવિધ છેવાડાના કહેવાય એવા વિસ્તારોમાં અનામ ઘુઘરાના વિવિધ આઉટલેટ્સની ટીમ ગરમાગરમ ઘુઘરાની પ્લેટ્સને પેક કરીને પહોંચી ગઇ હતી અને બાળકોને નિ:શુલ્ક ભરપેટ નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આવા આયોજન પાછળનો ઉદેશ્ય એ હતો કે પ્રેમ એ કોઇ એક વ્યક્તિને પ્રગટ કરવાની ભાવના નથી પરંતુ આ પ્રેમને અસંખ્ય લોકો સુધી પણ પહોંચાડી શકાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઘુઘરા એ આપણા સૌરાષ્ટ્રના લોકોની ખૂબ જ મનભાવતી વાનગી છે. આ વાનગી ગરીબ કુંટુંબના બાળકો સામાન્ય સંજોગોમાં પૈસાના અભાવે માણી શકતા ના હોય ત્યારે પ્રેમની અભિવ્યક્તિની આ રીત દ્વારા અનામ ઘુઘરાએ ગરીબ ઘરના બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કર્યું હતું.