નવી દિલ્હી: મોટાભાગના લોકોએ વોટ્સએપ સ્કેમ વિશે સાંભળ્યું જ હશે, જેમાં યુઝર્સને વોટ્સએપ પર મેસેજ આવે છે. ત્યારબાદ તેઓ યુઝર્સને છેતરે છે. નિર્દોષ લોકોની મહેનતની કમાણી બચાવવા માટે WhatsApp પર ટૂંક સમયમાં એક નવું ફીચર આવી રહ્યું છે.
મેટાની માલિકીની WhatsApp એપ સતત નવા ફીચર્સ લોન્ચ કરે છે. આ સાથે ડેટા અને પ્રાઈવસી ફીચર્સમાં પણ સુધારો કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ WhatsApp એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. જેમાં યુઝર્સે એકાઉન્ટ વેરિફિકેશન માટે ઈમેલ એડ્રેસનો ઉપયોગ કરવો પડશે.
આ પણ વાંચો: FASTag આવતા ટોલ કલેક્શન રેકોર્ડ સ્તરે પહોંચ્યું, જાણો કેટલું છે એક મહિનાનું કલેક્શન
આવી રહ્યું છે દમદાર ફીચર
વોટ્સએપના આગામી ફીચરને ટ્રેક કરતી વેબસાઈટ Wabetainfo એ જણાવ્યું છે કે ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ એક નવા ફીચર પર કામ કરી રહી છે. જેનું નામ ઈમેલ વેરિફિકેશન હશે. જોકે આ ફીચર ઓપ્શન હશે. જો આ ફીચર ઓન હશે તો વોટ્સએપ પ્રોટેક્શન માટે ઈમેલ એડ્રેસ માંગશે, ત્યારબાદ ઈમેલ એકાઉન્ટ વેરીફાઈ કરવું પડશે. આ ફીચર હજુ ડેવલપમેન્ટ સ્ટેજમાં છે અને તે કેટલા સમય સુધી યુઝર્સને ટેસ્ટિંગ માટે પહોંચશે તેની કોઈ સત્તાવાર માહિતી નથી. ઉપરાંત, તે આ વર્ષે સ્થિર વર્ઝનમાં લોન્ચ કરવામાં આવશે.