રાજયમાં કોરોના કેસ દરરોજ નવી સપાટી એ પહોચે છે અને દિવસે ને દિવસે પરિસ્થતિ ખુબ જ ગંભીર થતી જોવા મળી રહી છે જેમના પગલે હોસ્પિટલમાં બેડ મળતા ન હોવાથી દર્દીને લાંબી લાઈનમાં ઉભું  રહેવું પડે  છે  . ત્યારે આ પરિસ્થિતિને દયાને લઈ રૂપાણી સરકારની કોર કમિટીની બેઠક મળી હતી

બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી મહત્વના  નિર્ણય અંગે જાહેરાત કરી હતી કે રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક્સ, દવાખાનાઓ, નર્સિંગ હોમ, ડોક્ટરો પોતાની હોસ્પિટલોમાં કોરોનાની સારવાર આપી શકશે. આગામી 15 જૂન સુધી કોવિડના દર્દીની સારવાર આપવાની મંજૂરી આપવામાં આવે છે. કોઈપણ જાતની મંજૂરી મેળવવાની રહેશે નહીં. તેમણે જે તે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને આ અંગે જાણ કરવાની રહેશે. તેમજ રાજ્યમાં કાર્યરત આર્મી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સારવાર થઈ શકશે.ગુજરાતમાં કચ્છ, જામનગર, વડોદરા અને અમદાવાદમાં આવિ છે આર્મી હોસ્પિટલ