કર્ણાટકમાં અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો કામ કરે છે. તેમાંથી ઘણાને આ સમાચારથી મોટો આંચકો લાગી શકે છે. રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ બુધવારે જણાવ્યું હતું કે કર્ણાટક કેબિનેટે ખાનગી ક્ષેત્રમાં કન્નડીગા માટે 100 ટકા આરક્ષણ ફરજિયાત બનાવવાના બિલને મંજૂરી આપી છે.
સરકારના નવા નિર્ણય અનુસાર, ગ્રુપ સી અને ડી કેટેગરીની નોકરીઓમાં 100 ટકા પોસ્ટ કન્નડીગાઓ માટે અનામત રાખવામાં આવશે. ખાનગી કંપનીઓને મેનેજમેન્ટ સ્તરની 50 ટકા જગ્યાઓ અનામત રાખવા માટે કહેવામાં આવ્યું છે. નોન-મેનેજમેન્ટ પોસ્ટ્સ પર પણ સ્થાનિક લોકો માટે 75 ટકા અનામત હશે. સોમવારે મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
સિદ્ધારમૈયાએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “અમારી સરકારની ઈચ્છા છે કે કન્નડ ભૂમિમાં કન્નડિયો નોકરીઓથી વંચિત ન રહે અને તેમને માતૃભૂમિમાં આરામદાયક જીવન જીવવાની તક આપવામાં આવે.”સિદ્ધારમૈયાએ તેમની સરકારને કન્નડ તરફી ગણાવી હતી અને કહ્યું હતું કે તેમની પ્રાથમિકતા કન્નડના કલ્યાણની સંભાળ રાખવાની છે.
આ બિલ સ્થાનિક ઉમેદવારને એવી વ્યક્તિ તરીકે વ્યાખ્યાયિત કરે છે જેનો જન્મ કર્ણાટકમાં થયો હોય, 15 વર્ષથી વધુ સમયથી રહેતો હોય અને તે કન્નડ બોલતા, વાંચી અને લખી શકતા હોય. આવા ઉમેદવારો પાસે કન્નડ ભાષા સાથેનું માધ્યમિક શાળા પ્રમાણપત્ર હોવું જોઈએ. જો નહીં, તો તેઓએ સરકાર દ્વારા સૂચિત નોડલ એજન્સી દ્વારા આયોજિત કન્નડ ભાષા માટેની પ્રાવીણ્ય પરીક્ષા પાસ કરવી જોઈએ.
જો પૂરતી સંખ્યામાં સ્થાનિક ઉમેદવારો હજુ પણ ઉપલબ્ધ ન હોય, તો કંપનીઓ મુક્તિ માટે અરજી કરી શકે છે. જો કે, બિલમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે મેનેજમેન્ટ કેટેગરી માટે 25 ટકા અને નોન-મેનેજમેન્ટ કેટેગરીઝ માટે 50 ટકાથી ઓછી છૂટછાટ નહીં હોય. એમ્પ્લોયમેન્ટ ઓફ લોકલ કેન્ડીડેટ્સ એક્ટનું પાલન ન કરવા બદલ રૂ. 10,000 થી રૂ. 25,000 સુધીનો દંડ લાદવામાં આવી શકે છે.