
ડેસ્ક રિપોર્ટ: ટેકનોલોજીના સમયમાં સતત અપડેટ થવું જરૂરી છે. ત્યારે ટેકનોલોજીને લઈ ગૂગલનો એક નવો નિર્ણય સામે આવ્યો છે. આ નિર્ણય બાદ ઘણા એન્ડ્રોઈડ મોબાઈલ પરથી પ્લે સ્ટોરનો સપોર્ટ હટાવવામાં આવશે. Google સમય સમય પર તેના જૂના Android વર્ઝન પરથી તેમનો સપોર્ટ દૂર કરે છે. ત્યારે ઓગસ્ટની શરૂઆત સાથે ગૂગલ એન્ડ્રોઇડ 4.4 કિટકેટ પર પ્લે સ્ટોરના સપોર્ટને દૂર કરવાનું શરૂ કરશે.
એન્ડ્રોઈડ વર્ઝન સપોર્ટથી પરિચિત નથી, તો તમને જણાવી દઈએ કે ગૂગલ પ્લે સર્વિસ સપોર્ટ એન્ડ્રોઈડ વર્ઝન સપોર્ટથી અલગ છે. જો ગૂગલ એન્ડ્રોઇડ વર્ઝનને સપોર્ટ કરવાનું બંધ કરે છે, તો તે પછી પણ ગૂગલ પ્લે સર્વિસને સપોર્ટ કરવાનું ચાલુ રાખે છે. આ ફોનને નવા કાર્યો અને નવી સેવાઓ સાથે યોગ્ય રીતે કાર્ય કરવા સક્ષમ બનાવે છે. જો તેની પ્લે સર્વિસનો સપોર્ટ બંધ કરવામાં આવે તો યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
2013માં લોન્ચ કરવામાં આવ્યું હતું આ વર્ઝન
એન્ડ્રોઇડ 4.4 કિટકેટ વર્ષ 2013માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તેના લોન્ચને લગભગ 10 વર્ષ થઈ ગયા છે. 10 વર્ષ જૂના વર્ઝન પર બહુ ઓછા યુઝર્સ છે. ગૂગલે જણાવ્યું કે આ વર્ઝન પર માત્ર 1 ટકા એન્ડ્રોઇડ સ્માર્ટફોન અથવા ટેબલેટ કામ કરે છે. આ કારણે તેના પર ગૂગલ પ્લે સર્વિસનો સપોર્ટ રિલીઝ થશે નહીં.ગૂગલનો સપોર્ટ બંધ થયા પછી, આ વર્ઝન પર ચાલતા ફોન યુઝર્સને ગૂગલ પ્લે સ્ટોરથી સંબંધિત અપડેટ્સ મળશે નહીં. આ પછી 4.4 કિટકેટ યુઝર્સ પાસે ફક્ત 23.30.99 સુધી પ્લે સેવાઓ જ રહેશે.
જે યુઝર્સનો ફોન જૂના કિટકેટ વર્ઝન પર ચાલી રહ્યું છે. તેઓ મોબાઈલના સેટિંગમાં જઈને ફોન ઓએસનું અપડેટ ચેક કરી શકે છે. જો તેમના માટે નવું અપડેટ મળી રહ્યું છે. તો તેઓ તેની સાથે ફોનને અપડેટ કરીને પ્લે સેવાઓનો લાભ લઈ શકશે.






