રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને બે મહિના થવા આવશે તો પણ પીડિતોને ન્યાય નથી મળ્યો સાથે જ જે કોઈની સંડોવણી સામે આવી છે તે અધિકારીઓને પદાધિકારીઓને પણ કોઈ સજાઓ મળી નથી ત્યારે આજે રાજકોટ ખાતે કોંગ્રેસે પત્રકાર પરિષદ બોલાવી હતી
કોંગ્રેસ દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ એ અનેક નિવેદનો આપ્યા છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે જન્માષ્ટમીના લોકમેળામાં અમે સ્ટોલની માંગણી કરીશું ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અંગે લોકોની જાગૃતતા માટે આ સ્ટોલ નાખીશું જો સરકાર લોકમેળામાં પોતાની વાહ વાહીના સ્ટોલ મૂકતા હોય છે તો અમારો પણ ટીઆરપી ગેમ ઝોન ના પીડી તો ના ન્યાય માટે સ્ટોલ મૂકવો તે અમારો હક છે.
ત્યારબાદ ઇન્દ્રનીલ રાજ્યગુરુ એમ ધરપકડ થયેલા અધિકારી સાગઠીયાને લઈને નિવેદન આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે સાગઠીયાની ધરપકડ કરીને એસઆઇટી મુખ્ય આરોપીને બચાવી રહી છે મુખ્ય આરોપી હજુ પણ બહાર ફરી રહ્યો છે લાંચ લેનાર અંદર છે પરંતુ લાંચ આપનાર હજુ પણ બહાર છે સાગઠીયા એ અનેક પદાધિકારીઓના નામ આપ્યા છે જેમાં રૂપાપરા નું નામ આપ્યું છે પરંતુ સરકાર કોઈ એક્શન લેતી નથી સરકાર આકાંડમાં અનેક લોકોને છાવરી રહી છે તેવા અનેક આક્ષેપો ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કર્યા છે.
ત્યારે હવે ગુજરાતની અંદર વિપક્ષ મજબૂત બનતું હોય તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે ઈન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા કરાયેલા આક્ષેપો વિશે આગામી સમયમાં સરકાર શું એક્શન લેશે તે જોવું રહ્યું