કૃષિ કાયદાને લઈને સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વનો નિર્ણય નિર્ણય લીધો છે. સુપ્રીમ કૉર્ટે કેન્દ્ર સરકારના ત્રણેય કૃષિ કાયદાના અમલીકરણ પર રોક લગાવી દીધી છે. કોર્ટના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા વિપક્ષનેતા પરેશ ધાનાણીએ જણાવ્યુ છે કે, થોડા ઉધોગપતિઓને ફાયદો કરાવવા માટેનો આ કાયદો હતો. દેશની સંસદમાં ઉપલા ગૃહમા બહુમતી ન હોવાં છતાંય ગેરબંધારણીય રીતે આ કાયદાઓ પારીત કરાયા હતા.
કોર્ટ દ્વારા લગાવેલ રોક પર્યાપ્ત નથી આ કાયદાથી ખેડૂતોના પાકના પોષણક્ષમ ભાવ ભૂતકાળ બની જવાના છે ,મોંઘવારી સતત વધવાની છે , માર્કેટયાર્ડની જમીનો વેચાઇ જશે.તેવા આક્ષેપો કર્યા છે તથા સુપ્રીમ કૉર્ટે દ્વારા લગાવવામાં આવેલી રોકને વિપક્ષનેતા પરેશ ધાનાણીએ આવકારી છે તથા સરકારને આ કાયદા નાબૂદ કરવા વિનંતી કરી છે અને જો સરકાર આ કાયદા રદ્દ નહીં કરે તો આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા ભારત બચાવો – ખેતી બચાવો અભિયાન ગામની ગલીઓ સુધી લઈ જવામાં આવશે