ટ્રાફિકની સમસ્યા જેના નિવારણ માટે ટ્રાફિક પોલીસ સતત કામગીરી કરી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યાના અભ્યાસ અને સમસ્યાના ઉકેલ માટે રોડ સેફ્ટી વર્ક શોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રાફિક અવરનેશને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રાજકોટમાં તાલીમ ભવન ખાતે રોડ સેફ્ટી વર્ક શોપ યોજાયો હતો. આ આયોજન પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને ડીસીપી પૂજા યાદવનાં નેજા હેઠળ કરવામાં આવ્યુ હતું. જેમા ફરીદાબાદના ઇન્સ્ટિટ્યૂટ ઓફ રોડ ટ્રાફિક એડયુકેશનના ડો. રોહિત બલૂજા અને સિનિયર આસીસ્ટઅન્ટ મોહિત પાઠકે માર્ગદર્શન આપ્યું હતું.
આ વર્ક શોપમા ઉપસ્થિત પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે નિષ્ણાતોના માર્ગદર્શન મુજબ આગામી દિવસોમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે કામગીરી કરવામાં આવશે. આ વર્કશોપમાં પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, ડીસીપી પૂજા યાદવ, RMCના એન્જિનિયરો અને ટ્રાફિક જવાનો જોડાયા હતા………..