ભારતના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ જાહેર કર્યો છે. મહત્વનું છે કે પાર્થિવે 18 વર્ષના લાંબા ઇન્ટરનેશનલ કરિયર દરમિયાન ભારત માટે 25 ટેસ્ટ, 38 વનડે અને 2 T-20 મેચ રમી છે . તેને ગુજરાત માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં 194 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો છે. તેમજ તેની કપ્તાનીમાં જ ગુજરાત 2016-17માં પહેલીવાર રણજી ટ્રોફી ચેમ્પિયન પણ બન્યો છે.
પાર્થિવે ટ્વીટ કરીને નિવૃત્તિ અંગેની જાહેરાત કરી હતી. તેણે કહ્યુ કે, હું આજે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી રહ્યો છું. BCCIએ 17 વર્ષના યુવા ખેલાડી પર ભરોસો દાખવતા હું ડેબ્યુ કરી શક્યો હતો. તેમના સપોર્ટ બદલ હું બોર્ડનો આભાર માનું છું. હું જે બધા કપ્તાનો હેઠળ રમ્યો તેમનો પણ આભાર માનું છું, ખાસ કરીને મારા પહેલા કેપ્ટન – દાદા- સૌરવ ગાંગુલી. હું તમામ કોચ અને ફિઝિયોનો પણ આભાર માનું છું,
— parthiv patel (@parthiv9) December 9, 2020