બગસરા, રૂપેશ રૂપારેલીયા / બગસરા એસ.ટી ડેપો દ્વારા અનેક રૂટ અવાર નવાર બંધ કરી દેવામાં આવેછે જેના લીધે અનેક વખત એસ.ટી.ડેપો મેનેજર ને રજુયાત કરવા છતાં યોગ્ય નિરાકરણ લાવવામાં આવવાંને બદલે રજૂયાતને ઘોળીને પી જાયછે અને ખોટા લોલીપોપ આપવામાં આવે છે તેમજ બગસરાથી રોજ ના ૧૫ થી ૧૬ રૂટ બંધ હોઈ છે અને અમરેલી ડિવિઝન દ્વારા નવા રૂટ બાબતે જણાવ્યુ હતુ તમારી માંગણી ના નવા રૂટ અમરેલી થી ઉપડે છે અમરેલી આવી જવું જેવા ઉડાવ જવાબ મળતાબગસરા એસ.ટી.પ્રશ્ને બગસરા બંધ અને ચક્કાજામ કરવાનું બગસરા પેસેન્જર એસોસિએશન અને બગસરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તા.૧૫/૧૧/૨૦૨૫ના રોજ બંધનું એલાન કરવામાં આવ્યું છે આ અંગે બગસરાની તમામ સંસ્થાઓએ ટેકો જાહેર કર્યો છે