દેવભૂમિ દ્વારકામાં બોટમાં મુસાફરોના જીવ જોખમમાં ?? નિયમોના લીરે-લીરા ઉડાડતો વિડીયો વાયરલ…
શાળાઓમા દિવાળી વેકેશન ચાલી રહ્યું છે જેને લઈને માતા-પિતા બાળકો સાથે ફરવા જતાં હોય છે. સામાન્ય રીતે પ્રવાસીઓનો ઘસારો ધાર્મિક સ્થળ પર વધુ જોવા મળે છે. ગુજરાતમાં પ્રવાસન ઉધોગ વિકસી રહ્યો છે તેમાં પણ ખાસ કરીને લોકો દ્વારકા-સોમનાથ જ્વું વધુ પસંદ કરતાં હોય છે ત્યારે દેવભૂમિ દ્વારકામાં તંત્રની બેદરકારીના સામે આવી છે જેમાં બોટમાં મુસાફરોને લાઈફ જેકેટ વિના બેસાડવામાં આવ્યા હતા.
મળતી વિગતો અનુસાર આ ઘ્તન દ્વારકાની છે જ્યાં દિવાળીના વેકેશન દરમિયાન નિયમોના લીરે-લીરા ઉડાડતો વિડીયો સામે આવ્યો છે. ઘાટ પર નિયમો નેવે મૂકીને સ્પીડ બાઈક અને સ્પીડ બોટ ધમધમી રહી રહી છે. પ્રવાસીઓને લાઈફ જેકેટ વિના જ બોટમાં બેસાડીને મુસાફરી કરાવવામાં આવી રહી છે.એટલું જ નહીં ઘણી બોટોમાં ક્ષમતા કરતા વધારે મુસાફરો બેસાડવામાં આવી રહ્યા છે. તંત્રની બેદરકારીના કારણે દ્વારકા આવતા પ્રવાસીઓના માથે જીવનું જોખમ યથાવત છે.
પ્રવાસીઓને લાઈફ જેકેટ વિના જ બોટમાં બેસાડીને મુસાફરી કરાવવામાં આવી રહી છે. એટલું જ નહીં ઘણી બોટોમાં ક્ષમતા કરતા વધારે મુસાફરો બેસાડવામાં આવી રહ્યા છે. વિડીયો સામે આવતા અનેક સવાલ ઉઠી રહ્યા છે કે તંત્રને આ બાબતે જાણ છે કે આંખ આડા કાન કરે છે. તંત્રની જાણે રહેમનજર હોય તેમ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. કોઈ પણ દુર્ઘટના સર્જાય તો તેનું જવાબદાર કોણ ? જેવા અનેક પ્રશ્ન પ્રજાના મનમાં ઉભા થઈ રહ્યાં છે.