રાજ્યમાં ટકાવારી નું દૂષણ અનેક વખત ચર્ચાના ચગદોળ પર આવી ચૂક્યું છે. આ દરમિયાન ફરી એક વખત ચર્ચા પર આવ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા અને અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ ડૉ. ભરત કાનાબારે ભ્રષ્ટાચારને લઈ મોટો ખુલાસો કર્યો છે. સોશ્યલ મીડિયા પર તેમણે પોસ્ટ કરતાં જણાવ્યું કે સાંસદો, ધારાસભ્યો અને મ્યુ. કોર્પોરેશનોના મેમ્બરોને પગાર અને ભથ્થા મળે છે. આ લાભ નગરપાલિકાના સદસ્યોને પણ મળવો જોઈએ.

સાંસદો, ધારાસભ્યો અને મ્યુ. કોર્પોરેશનોના મેમ્બરોને પગાર અને ભથ્થા મળે છે. આ લાભ નગરપાલિકાના સદસ્યોને પણ મળવો જોઈએ. આમ પણ ગુજરાતની ઘણી બધી નગરપાલિકાઓમાં સદસ્યોને ટકાવારી અને હપ્તા મળે છે. ( જો કે આવા હપ્તા નહિ લેવાવાળા કેટલાક પ્રામાણિક સભ્યો પણ ક્યાંક ક્યાંક મળી આવે છે )

અમરેલી જિલ્લાની મોટાભાગની પાલિકાઓમાં આ દુષણ છે. અમરેલી પાલિકામાં આવી ખાયકી સામે કેટલાક લોકોએ અવાજ ઉઠાવ્યો તો પાલિકાનું આવતી કાલનું બોર્ડ રદ કરી દીધું અને કેટલાક સદસ્યોને શાંત પાડવા પંદર પંદર હજાર રોકડા મોકલી દીધા. ભ્રષ્ટાચારના આ દૈત્યને કોણ ઝેર કરશે એ સવાલ મોટો છે !!