એક તરફ દેશ કોરોના મહામારી સામે ઝ્જુમી રહ્યો છે ત્યારે અને હોસ્પિટલ,દવા તથા અન્ય ખર્ચાઓનો માર લોકોની કમર તોડી રહ્યો છે ત્યારે દેશમાં ચાર રાજય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ માં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાં ઈંધણના ભાવ વધવા લાગ્યા છે. ગુજરાતમાં સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલમાં 18 પૈસા અને ડિઝલમાં 22 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.ગઈ કાલે પેટ્રોલના ભાવમાં 18 પૈસા અને ડિઝલના ભાવમાં પ્રતિલિટરે 23 પૈસાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો.