રાજ્યમાં કોરોના મહામારીનો વિસ્ફોટ થયો છે ત્યારે રાજયની હોસ્પિટલોમાં સારવાર માટે બેડ, ઇન્જેક્શન કે ઓકસીજન મળવા મુશ્કેલ બની ગયા છે અને રાજયમાં આરોગ્ય સેવા સંપૂર્ણ કથળી ગઈ હોય તેવી પેરિસથીનું નિર્માણ થયું છે આવા સંજોગોમાં રાજ્ય સરકાર આરોગ્ય સેવા પૂરી પાડવામાં સંપૂર્ણ પણે સફળ નથી રહી અને રાજયમાં શહેરી વિસ્તાર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના ના કારણે વિકટ પરિસ્થિતિ ઉભી થઇ છે. લોકો આ મહામારીનો ભોગ બની રહ્યા છે. આથી આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી એ નામદાર વડી અદાલતમાં કોંગ્રેસ નાં તમામ ધારાસભ્યોને મળવાપાત્ર ગ્રાન્ટ રૂ.1.5 કરોડ જે તે વિસ્તારમાં ઓકસીજન પ્લાન્ટ, સિલિન્ડર, બેડ, દવા તેમજ અન્ય આરોગ્ય સુવિધા માટે સંપૂર્ણ વાપરવા દેવા માટેની માંગ સાથે સુઓમોટો અપીલ દાખલ કરી છે. જેને નામ.અદાલત દ્વારા હકારાત્મક લીધી છે તેમ જાણવા મળી રહ્યું છે
https://newshotspot.co.in/wp-content/uploads/2021/05/pil.pdf