પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે  ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન e-RUPI લોન્ચ કર્યું. e-RUPI એ કેશ અને કોન્ટેક્ટ લેસ પેમેન્ટ કરવા માટેનું એક સરળ અને સુરક્ષિત માધ્યમ છે. તે એક QR કોડ અને SMS સ્ટ્રિંગ-બેઝ્ડ-ઈ- વાઉચર છે, જેને લાભાર્થીઓનાં મોબાઇલ સુધી પહોંચાડવામાં આવે છે. આ સીમલેસ વન ટાઇમ પેમેન્ટ મિકેનિઝમના યુઝર્સ સર્વિસ પ્રોવાઇડર પર કાર્ડ વગર, ડિજિટલ પેમેન્ટ એપ અથવા ઇન્ટરનેટ બેન્કિંગ એક્સેસ વગર વાઉચરને રિડીમ કરી શકવા સક્ષમ બનશે.

પ્રધાનમંત્રી મોદીએ e-RUPI લોન્ચ કરતા જણાવ્યુ કે, એક સમયે ટેકનોલોજીનો ઉપયોગ કરવો એ વિચાર સામે અનેક સવાલો કરાતા હતા. પરંતુ આજે ટેકનોલોજીના ઉપયોગથી લોકોના હાથમાં સીધા નાણાં પહોચી રહ્યા છે. ટેકનોલોજીથી ભારત વિશ્વના અન્ય દેશ કરતા પાછળ નથી.

પેમેન્ટ સોલ્યુશન વિશે વાત કરતા મોદીએ વધુમાં જણાવ્યું કે e-RUPI, એક રીતે, વ્યક્તિ તેમજ Purpose Specific પણ છે. જે હેતુ માટે કોઈ મદદ કે કોઈ લાભ આપવામાં આવી રહ્યો છે, તેનો ઉપયોગ તે માટે જ કરવામાં આવશે, આ e-RUPI ખાતરી કરશે તેમજ વધુમાં જણાવ્યુ હતું કે e-RUPI ડિજિટલ ટ્રાન્ઝેક્સનને એક નવું પરિમાણ આપી રહ્યું છે. આ દરેકને લક્ષિત અને પારદર્શક ડિલિવરીમાં મદદ કરશે. તેમણે કહ્યું કે આ સદીમાં ટેકનોલોજી લોકોના જીવન સાથે જોડાઈ રહી છે અને E RUPi પણ એવું જ પ્રતિત થાય છે.

જાણો શું છે e-Rupi

ઈ-રૂપીએ ભારતનું પરોક્ષ ડિજિટલ ચલણ પણ ગણી શકાય છે. આ સિસ્ટમ કે આ પ્રકારના ચલણથી દેશની કરન્સીનું આદાન-પ્રદાન ઘટશે અને એક વાઉચર થકી જ સર્વિસની લેવડ-દેવડ થશે. આ એક પ્રકારનું વાઉચર જ છે. ઇ વાઉચર કેશસેલ અને એક ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ મીડિયમ આધારિત હશે. આ ડિજિટલ કરન્સી સમાન સિસ્ટમ દેશની NPCI  એટલેકે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવી છે. NPCI દ્વારા તેના યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) પ્લેટફોર્મ પર તેને રજૂ કરવામાં આવી છે. NPCI દ્વારા નાણાકીય સેવાઓ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય આરોગ્ય સત્તા(National Health Authority) આયુષ મંત્રાલયના સહયોગથી આ નવી સિસ્ટમ વિકસાવવામાં આવી છે.

e-Rupi  એ એક QR કોડ કે SMS સ્ટ્રિંગ-બેઝ્ડ ઈ-વાઉચર છે, જેને ડાયરેક્ટ લાભાર્થીઓના મોબાઈલ પર મોકલવામાં આવે છે.જેનાર્થી સરકારી યોજનાઓનો લાભ સીધો જ લાભાર્થીઓને મળશે અને ભ્રષ્ટાષ્ટ્રાચાર ઘટશે.